Food make tasty and healthy coriander and curd chutney recipe
  • Home
  • Featured
  • કોથમીરની ચટણીમાં મિક્સ કરશો આ વસ્તુ તો ખાવાની પડી જશે મજા

કોથમીરની ચટણીમાં મિક્સ કરશો આ વસ્તુ તો ખાવાની પડી જશે મજા

 | 10:43 am IST

કોથમીર અને દહીંને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. જેનું રોજ સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને ખૂબ લાભ થાય છે. તો કોથમીરને આંખોની દ્રષ્ટિ માટે પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. એમા પણ જો વાત કરીએ શિયાળાની તો શિયાળામાં જાત-જાતના શાકભાજી બજારમાં મળતા હોય છે, તો શિયાળામાં કોથમીરનું સેવન કરવાથી તમને ઘણા લાભ થઇ શકે છે. આજે અમે તમારા માટે કોથમીરની એક રેસીપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી માત્ર કોથમીરની ચટણી ટ્રાય કરી હશે. તો આજે અમે તમારા માટે કોથમીર અને દહીંની ચટણી લઇને આવ્યા છીએ. ચાલો જોઇએ કેવી રીતે બનાવાય.

જરૂરિયાત સામગ્રી

1 કપ – કોથમીરના પાન

1 કપ – દહીં
4 નંગ – લીલા મરચાં
જરૂરિયાત મુજબ – પાણી
સ્વાદનુસાર – મીઠું
1 નાની ચમચી – જીરા પાઉડર

બનાવવાની રીત

સૌ પ્રથમ કોથમીર દહીંની ચટણી બનાવવા માટે મિક્સરમાં કોથમીર, લીલા મરચા અને પાણી ઉમેરીને તેને બારીક પીસી લો. હવે એક બાઉલમાં દહીં અને શેકેલું જીરૂ ઉમેરીને બન્નેને બરાબર ફેટી લો. હવે પીસેલી કોથમીર અને મરચાંને દહીંમાં ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે કોથમીર દહીંની સ્વાદિષ્ટ ચટણી. જેને તમે ગરમા ગરમ પરાઠા સાથે સર્વ કરી શકો છો.