Food make tasty and healthy lachha paratha at home
  • Home
  • Featured
  • લચ્છા પરાઠા હોટલમાંથી નહીં, હવે ઘરે જ બનાવો સહેલાઇથી

લચ્છા પરાઠા હોટલમાંથી નહીં, હવે ઘરે જ બનાવો સહેલાઇથી

 | 9:39 am IST

પરાઠા તો સૌ કોઇને ભાવતાં હોય છે. તેમાંય આલુ પરોઠા તો ટોપ પર હોય છે. તો કેટલાક લોકો સવારે નાસ્તામાં પરાઠા ખાતા હોય છે. તો આજે આવા જ એક પરાઠાની રેસિપી લઇને આવ્યા છે. જે બનાવવામાં સહેલા અને ઝડપથી બની જાય છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય સ્વાદિષ્ટ અને સહેલાઇથી બની જાય તેવા લચ્છા પરાઠા..

સામગ્રી
3 બાઉલ – ઘઉંનો લોટ
4 ચમચી – તેલ/ ઘી
1 ચમચી – ચાટ મસાલો
1 ચમચી – જીરાનો ભૂકો
1/2 ચમચી – મરીનો ભૂકો
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, મીટું, તેલ અને પાણી ઉમેરી લોટ બાંધી લો, હવે આ લોટને ઢાંકીને 15 મિનિટ સુધી રાખી મૂકો. ત્યાર બાદ એક બાઉલમાં ચાટ મસલો, જીરાનો ભૂકો, મરીનો ભૂકો લઇને મિક્સ કરી લો. હવે તૈયાર લોટના લૂઆ કરીને તેની રોટલી બનાવો. હવે તેની પર ઘી કે તેલ લગાવી લો. ત્યાર પછી ઉપરથી તૈયાર મસાવો ભભરાવી દો.

હવે તેને સાડીની પાટલી વાળીએ તેમ વાળી લો. હવે તે લાંબી પટ્ટી જેવી દેખાશે તેને જમણી બાજુથી રોલ કરી લો. હવે તેને હળવા હાથે દબાવીને તેની ફરીથી પરાઠા વણી લો. હવે તવી ગરમ કરી તેને તેલથી શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ અને સહેલાઇથી બનાવી શકાય તેવા લચ્છા પરાઠા..