Food make Tasty Bread Samosa Recipe
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ગરમા-ગરમ બ્રેડ સમોસા નાસ્તામાં આ રીતે બનાવો ઘરે

ગરમા-ગરમ બ્રેડ સમોસા નાસ્તામાં આ રીતે બનાવો ઘરે

 | 12:16 pm IST

ખાસ કરીને જ્યારે પણ ભૂખ લાગે તો આપણે સમોસા, કચોરી, સેન્ડવીચનો નાસ્તો કરીએ છીએ. તો આજે અમે તમારા માટે વધુ એક સમોસાની રેસિપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બનાવી શકાય છે. તો તમે અત્યાર સુધી અલગ-અલગ સમોસા ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય બ્રેડ સમોસા ટ્રાય કર્યા છે જો ના તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય બ્રેડ સમોસા..

સામગ્રી
8-10 – બ્રેડ સ્લાઇસ
3 નંગ – બાફેલા બટેટા
1/2 કપ – ડુંગળી (સમારેલી)
1/2 કપ – બાફેલા વટાણા
1 ચમચી – કોથમીર
1 ચમચી – ધાણાજીરૂ
1/2 ચમચી – ગરમ મસાલો
1 મોટી ચમચી – જીરૂ
2-3 નંગ – લીલા મરચા
સ્વાદાનુસાર – મીઠું
સ્વાદાનુસાર – ચાટ મસાલો
જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ બ્રેડ સમોસા બનાવવા માટે સ્ટફિંગ તૈયાર કરી લો. એક પેનમાં બટેટાને બરાબર મશળી લો. હવે પેનમાં તેલ ઉમેરીને તેને મીડિયમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમા જીરૂ ઉમેરી લો. હવે તેમા ડુંગળી, લીલા મરચા ઉમેરીને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તેમા વટાણા અને બટેટા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી તેમા ધાણાજીરૂ, ગરમ મસાલો, ચાટ મસાલો ઉમેરીને બરાબર હલાવો હવે તેમા મીઠું અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને ગેસ બંધ કરી લો. હવે માવો ઠંડો થાય ત્યાં સુધી બ્રેડી સ્લાઇસની કિનારીથી કટ કરી લો અને તેને વેલણની વણને ચપટી કરી લો, ત્યાર પછી તેને વચ્ચેથી કટ કરી જેમ કે તે ત્રિકોણ આકારમાં કટ કરો. હવે તેને કોનની જેમ બનાવીને તેમા તૈયાર મિશ્રણ ભરી ઉપરના ભાગ પર પાણી લગાવીને બંધ કરી લો. આ રીતે અન્ય સમોસા તૈયાર કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો તેલ ગરમ થાય એટલે તેમા તૈયાર સમોસા તરી લો. સમોસા આછા બ્રાઉન રંગના થાય એટલે તેને બહાર નીકાળી લો. તૈયાર છે બ્રેડ સમોસા.. જેને ચટણી સાથે સર્વ કરી શકો છો.