Food make tasty carla sabji recipe
  • Home
  • Featured
  • નહીં લાગે કારેલાનું શાક કડવું, આ રીતે બનાવો ઘરે

નહીં લાગે કારેલાનું શાક કડવું, આ રીતે બનાવો ઘરે

 | 7:45 pm IST

કારેલાં સ્વાસ્થ્ય માટે ખૂબજ ફાયદાકારક હોય છે. સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ જડમૂળમાંથી દૂર કરવા કારેલા બેસ્ટ છે. કારેલાના કડવા સ્વાદના કારણે લોકો તેનાથી દૂર ભાગે છે. આજે અમે તમારા માટે કારેલાનું શાક બનાવવાની રેસિપિ લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલું અને સ્વાદિષ્ટ હોય છે. તે ખાવામાં કડવું પણ નહીં લાગે.

સામગ્રી
200 ગ્રામ – કારેલા
1 ચમચી – મીઠું
1/2 ચમચી – હળદર
3 ચમચી – તેલ
1 ચમચી – સુકું નારિયેળ
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – જીરૂ પાઉડર
4 નંગ – લવિંગ
4-5 નંગ – મીઠો લીમડો

બનાવવાની રીત
સૌ પ્રથમ કારેલાને સમારી લો. હવે તેમાં મીઠું અને હળદર મિક્સ કરીને પાંચ મિનિટ માટે એક બાજુ રાખી મૂકો.. હવે તેમાંથી પાણી નીતારીને કારેલાને બહાર નીકાળી લો. ત્યાર પછી એક પેનમાં તેલ ગરમ કરીને લીમડો અને કારેલા ઉમેરો અને તેને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. ત્યારબાદ તેમાં નારિયેળ, લાલ મરચું પાઉડર,જીરૂ પાઉડર અને લવિંગને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. આ મિશ્રણને સાંતળેલા કારેલામાં મિક્સ કરી દો. હવે 2 મિનિટ સુધી રહેવા દો. કારેલા બરાબર ચઢી જાય એટલે ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે સ્વાદિષ્ટ કારેલાનું શાક..