Food make tasty carrot mutter sabji recipe
  • Home
  • Featured
  • ચટાકેદાર ગાજર-વટાણાનું શાક આ રીતે બનાવશો ખાવાની પડી જશે મજા

ચટાકેદાર ગાજર-વટાણાનું શાક આ રીતે બનાવશો ખાવાની પડી જશે મજા

 | 9:52 am IST

શિયાળો આવે એટલે ખાવાના શોખીન લોકોને મજા પડી જાય છે. તો આજે અમે તમારા માટે શિયાળામાં ટેસ્ટી અને હેલ્ધી રેસીપી લઇને આવ્યા છીએ. ખાસ કરીને શિયાળામાં ગાજર અને વટાણા જેવા શાક વધારે જોવા મળે છે. તો આજે અમે તમારા માટે ગાજર અને વટાણાનું શાક કેવી રીતે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ગાજર અને વટાણાનું શાક..

જરૂરી સામગ્રી

2 નંગ – ગાજર
1/2 કપ – લીલા વટાણા
સ્વાદનુસાર – મીઠું
1/4 ચમચી – હળદર
1/4 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – ધાણાજીરૂ
1 ચમચી – ગરમ મસાલો
1/4 ચમચી – આમચૂર
1/4 ચમચી – જીરૂ
2 ચમચી – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ ગાજરને છોલીને લાંબા કે નાના ટૂકડામાં કટ કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરીને તેમાં જીરૂ ઉમેરો. હવે ગેસની આંચ ધીમી કરીને તેમા ગાજર, વટાણા, મીઠું અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તેને ઢાંકણ ઢાંક્યા વગર ધીમી આંચ પર 2-3 મિનિટ ચડવા દો. વચ્ચે-વચ્ચે તેને હલાવતા રહો. હવે તેમાં ઉપરથી લાલ મરચું, ઘાણાજીરૂ મિક્સ કરીને ઢાંકી દો. તે થોડાક નરમ થાય એટલે ઢાંકણ ખોલીને આમચૂર પાઉડર, ગરમ મસાલો ઉમેરી લો. હવે તેને બરાબર મિક્સ કરીને 1-2 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી લો. તૈયાર છે ચટાકેદાર ગાજર વટાણાંનું શાક..