Food make Tasty chana dal samosa recipe
  • Home
  • Featured
  • ચણાની દાળના સમોસા આ રીતે બનાવો ઘરે, ખાવાની પડી જશે મજા

ચણાની દાળના સમોસા આ રીતે બનાવો ઘરે, ખાવાની પડી જશે મજા

 | 2:05 pm IST

નમકીન વસ્તુઓ બાળકોને ખુબ પસંદ આવે છે અને બાળકો જ નહીં સાથે મોટા લોકોને પણ પસંદ આવે છે. જો સાંજના નાસ્તામાં ચાની સાથે નમકીન મૂકવામાં આવે તો મજા જ કંઇક અલગ હોય છે. તો આજે અમે તમારા માટે સમોસાની રેસિપી લઇને આવ્યા છીએ. તમે અત્યાર સુધી સાદા સમોસા ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય ચણાની દાળના સમોસા ટ્રાય કર્યા છે. જો ના તો નોંધી લો રીત..

સામગ્રી

500 ગ્રામ – સમોસાની પટ્ટી
250 ગ્રામ – ચણાની દાળ
1 કપ – સમારેલી ડુંગળી
1/4 કપ – કાપેલો ફુદીનો
1 મોટી ચમચી – આદુની પેસ્ટ
1 મોટી ચમચી – લીલા મરચાંની પેસ્ટ
1 નાની ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1 મોટી ચમચી – ધાણાજીરૂ
1 ચમચી – ગરમ મસાલો
2 ચમચી – દળેલી ખાંડ
1/4 ચમચી – લીંબુના ફુલ
સ્વાદાનુસાર – મીઠું
2 ચમચી – ખસખસ
1 મોટી ચમચી – કાપેલા કાજુ-દ્રાક્ષ
2 કપ – તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ ચણા ની દાલને ૫ – ૬ કલાક પલાળવી. તે બાદ તેને બાફી લેવી. એક બાઉલમાં ચણા ની દાલ અને બધા મસાલા મિક્સ કરવા.તેમાં કાપેલા કાંદા, કાપેલો ફૂદીનો,છીણેલી કેરી, ખાંડ, લીંબુ ના ફૂલ, ખસખસ, કાજુ દ્રાક્ષ મિક્સ કરવી.બીજા બાઉલમાં ૨ મોટી ચમચી ઘઉં નો લોટ અને જરૂરી માત્રામાં પાણી ઉમેરી પેસ્ટ બનાવવી.એક સમોસા પટ્ટી લઈ તેની એક બાજુ સ્ટફિંગ મૂકી ત્રિકોણ સેપ આપવો. બીજી કોર્નર પર ઘઉંની પેસ્ટ લગાડી ચોંટાડવું. ગરમ તેલ માં સમોસા તળી લેવા.