Food make tasty cheezy french fries recipe
  • Home
  • Featured
  • ચીઝી ખાવાના શોખીન બનાવો ચીઝ ફ્રેન્ચ ફ્રાઇસ, આંગળા ચાટતા રહી જશો

ચીઝી ખાવાના શોખીન બનાવો ચીઝ ફ્રેન્ચ ફ્રાઇસ, આંગળા ચાટતા રહી જશો

 | 1:54 pm IST

મહિલાઓ આજકાલ તેમના ઘરમાં કિટી પાર્ટી રાખે છે. પરંતુ તે લોકોને સમજમાં નથી આવતું કે આવનાર મહેમાન માટે ભોજનમાં કે નાસ્તામાં શુ બનાવો. એવામાં આજે અમે તમારા માટે એક રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ડિફરન્ટ રેસીપી છે. તો તમે ઘરે ચીઝી ફ્રેન્ચ ફ્રાઇજ બનાવી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચિઝી ફ્રેન્ચ ફ્રાઇસ…

સામગ્રી
1 બાઉલ – ફ્રોઝન પોટેટો ફ્રેન્ચ ફાઇસ
50 ગ્રામ – છીણેલું ચીઝ
1/2 ચમચી – પીસેલું જીરૂ
1 નંગ – ડુંગળી (સમારેલી)
1 નંગ – ટામેટું (સમારેલું)
2 નંગ – લીલા મરચાં (સમારેલા)
2 ચમચી – કોથમીર (સમારેલી)

બનાવવાની રીત
સૌ પ્રથમ બેકિંગ ટ્રેમા ફ્રોઝન પોટેટો ફ્રેન્ચ ફ્રાઇસ લઇ લો. હવે તેની ઉપર છીણેલા ચીઝ ઉમેરી લો. ત્યાર પછી તેની ઉપર પીસેલું જીરૂ, ઝીણી સમારેલી ડુંગળી, અને સમારેલા ટામેટા ઉમેરી લો. હવે ઉરથી લીલા મરચા ઉમેરો. હવે તેને માઇક્રોવેવમાં 7-8 મિનિટ માટે ચીઝ પીગળે ત્યાં સુધી ગ્રીલ કરી લો. ત્યાર પછી તેને એક બાઉલ કે પ્લેટમાં નીકાળીને કોથમીર તેને છીણેલા ચીઝથી ગાર્નિશ કરી શકો છો. તૈયાર છે ચીઝી ફ્રેન્ચ ફ્રાઇસ.. જે ખાવામાં ટેસ્ટી હોય છે. જેમાં તમે ઉપરથી પણ ચીઝ સ્પ્રેડ કરી શકો છો.