Food make tasty chocolate modak recipe ganesha festival
  • Home
  • Featured
  • સાદા નહીં, આ રીતે ઘરે જ બનાવો ચોકલેટ મોદક

સાદા નહીં, આ રીતે ઘરે જ બનાવો ચોકલેટ મોદક

 | 10:40 am IST

મોદકને ભગવાન ગણેશનો પ્રિય પ્રસાદ માનવામાં આવે છે. ખાસ કરીને ભગવાનને બુંદી અને મોદકનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. તો આજે અમે તમારા માટે વધુ એક મોદકની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ચોકલેટ મોદક..

સામગ્રી
250 ગ્રામ – ડાર્ક ચોકલેટ
100 ગ્રામ – નારિયેળનું છીણ
2 ચમચી – બદામની કતરણ
2 ચમચી – કાજૂ કતરણ
2 ચમચી – પિસ્તા કતરણ
50 ગ્રામ કંડેસ્ડ મિલ્ક
1 ચમચી – ઘી
મોદક બનાવવાનો સંચો

બનાવવાની રીત
સૌ પ્રથમ ચોકલેટ મોદક બનાવવા માટે મીડિયમ આંચ પર ડબલ બોઇલરમાં ડાર્ક ચોકલેટ ઉમેરીને પીગળવા દો. જ્યારે ચોકલેટ પીગળી જાય તો ગેસની આંચ બંધ કરી દો. હવે પેનમાં ઘી ઉમેરીને કાજૂ, બદામ, પિસ્તા અને નારિયેળની છીણ ઉમેરીને તેને 1-2 મિનિટ શેકી લો. હવે તેમા કંડેસ્ડ મિલ્સ ઉમેરીને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. ત્યાર પછી તેમા ચોકલેટ પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરીને આંચ બંધ કરી લો. મિશ્રણના લૂઆ લઇને તેને મોદકના સંચામાંલ રાખો. તે પછી તેને નીકાળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ ચોકલેટ મોદક..