Food make tasty crispy paneer fingers recipe
  • Home
  • Featured
  • પનીરથી બનાવો તેની ક્રિસ્પી ફિંગર્સ, હોંશે હોંશે ખાશે બાળકો

પનીરથી બનાવો તેની ક્રિસ્પી ફિંગર્સ, હોંશે હોંશે ખાશે બાળકો

 | 6:28 pm IST

પનીરનું નામ સાંભળતા દરેક લોકોને પંજાબી વાનગી યાદ આવે છે તો કેટલીક વખથ ઘણા લોકો એવા પણ હોય છે કે જે લોકોને પનીર ખૂબ જ ભાવતું હોય છે. તો આજે અમે તમારા માટે પનીરથી બનેલી વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. તમે અત્યાર સુધી પનીરના પંજાબી શાક ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારે પનીર ફિંગર્સ ટ્રાય કર્યા છે જો ના તો આજે જ ઘરે બનાવો પનીર ફિંગર્સ..

સામગ્રી
250 ગ્રામ – પનીર
1 ચમચી – કાળામરી પાઉડર
2 ચમચી – મેંદો
1 મોટી ચમચી – કોર્ન ફ્લોર
સ્વાદાનુ સાર – મીઠુ
તળવા માટે – તેલ
1 બાઉલ – બ્રેડ ક્રમ્બ્સ

બનાવવાની રીત
સૌ પ્રથમ પનીરેને મોટી-મોટી ફિંગર્સના આકારમાં કટ કરી લો. તેમા મીઠું અને કાળામરી પાઉડર મિક્સ કરી લો. ત્યાર પછી મેંદો, કોર્નફ્લોર, કાળામરી પાઉડર, મીઠું અને પાણી મિક્સ કરીને બરાબર ખીરૂ તૈયાર કરી લો. હવે એક પ્લેટમાં બ્રેડ ક્રમ્બ્સમાં મીઠું મિક્સ કરી લો. હવે પનીર ફિંગરને ખીરામાં ડૂબાડીને તેને બ્રેડ ક્રમ્બ્સ વાળી પ્લેટમાં ચારેય તરફ રગડી લો.

આ પણ વાંચો :અંજીર મોદક ઝટપટ ઘરે જ બનાવો અને ગણેશજીને ધરાવો

આ દરેક પનીર ફિંગર્સને 10 મિનિટ માટે ફ્રીઝમાં રાખી મૂકો, ત્યાં સુધી એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. હવે તેલ ગરમ થાય એટલે તૈયાર ફિંગર્સને ફ્રીઝમાંથી બહાર નીકાળીને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લો અને તેને પેપર નેપકિન પર રાખી મૂકો. જેથી તે તેલ શોષી લે. તૈયાર છે સ્વાદિષ્ટ પનીર ફિંગર્સ..

આ પણ વાંચો : દુકાનમાંથી નહીં, ફરસાણમાં ઘરે જ બનાવો પાલકની ચકરી

તેને તમે સલાડ તેમજ ખાટી-મીઠી ચટણી સાથે સર્વ કરી શકો છો.