Food maake tasty Dahi vada recipe for kali chaudash
  • Home
  • Diwali - 2018
  • કાળી ચૌદશે દહીંવડાનું ખાસ મહત્વ, જાણો બનાવવાની સહેલી રીત

કાળી ચૌદશે દહીંવડાનું ખાસ મહત્વ, જાણો બનાવવાની સહેલી રીત

 | 10:59 am IST

કાળી ચૌદશ આવે એટલે ઘરમાં વડા બને અને ખાવામાં આવે એવો જૂનો રિવાજ છે. દહીં વડાનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. દહીંવડા ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બનવા વાળી વાનગી છે. દહીં વડા હેલ્ધી, પૌષ્ટિક અને લો કેલરી હોવાની સાથે-સાથે ટેસ્ટી પણ હોય છે. તમે અનેક વાળ દહીં વડા બનાવીને ખાધા હશે. પરંતુ શુ તમે મગની દાળથી બનાવેલા દહી વડા ક્યારેય ટ્રાય કર્યા છે.

તો આજે આપણે બનાવીશું મગની દાળના દહીં વડા. જે ખાવામાં ટેસ્ટી અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા રહેશે. દહીંવડાનો ઉપયોગ ખાવાની સાથે ખાસ કરીને કાળી ચૌદશના દિવસે કકળાટ કાઢવા માટે પણ કરવામાં આવે છે. ઘરમાં જો બહુ કજિયો, કંકાસ, કકળાટ થતો હોય તો થોડા વડા ખાસ તેના નિકાલ માટે બનાવીને ઘણા લોકો ચાર રસ્તે મૂકી આવે છે.

જરૂરી સામગ્રી

1 કપ – મગની દાળ(મોગરદાળ)
1 ચમચી – લીલા મરચાં
2 કપ – દહીં
1 ચમચી – મરચું
1 ચમચી – જીરા પાઉડર
1 ચમચી – રાઇ
1 ચપટી – હીંગ
1 ચમચી – તેલ
1/2 ચમચી – ઇનો
1 ચમચી – ચાટ મસાલો
1 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ મગની દાળને ધોઇ લો. તેને 2-3 કલાક માટે પાણીમાં પલાળી રાખો.લ તે પછી તેને પાણીમાંથી નીકાળીને મિક્સરમાં ઉમેરો. સાથે તેમા લીલા મરચાં ઉમેરીને તેને પીસી લો. હવે આ મિશ્રણને એક બાઉલમાં નીકાળી લો. હવે તેમા ચપટી હીંગ, ઇનો અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો અને તેમા તૈયાર ખીરાના વડા તરી લો. વડાને એક પ્લેટમાં બહાર નીકાળી લો. હવે જરૂરિયાત મુજબ વડા લો અને તેને નવશેકુ પાણી લો. તેમા જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી લો. હવે તેમા તૈયાર વડા ઉમેરી 7 મિનિટ રહેવા દો.(વડા સોફ્ટ થાય ત્યાં સુધી રાખવા). ત્યાર બાદ તેને હળવા હાથે દબાવીને નીતારી લો.

હવે એક પ્લેટ લો તેમા વડા મૂકો તે પછી તેમા ઉપરથી દહીં, લલા મરચું પાઉડર, જીરા પાઉડર, સંચળ, ચાટ મસાલો, મીઠું, તેમજ કોથમીર ભભરાવીને સર્વ કરી શકો છો. તે સિવાય તમે તેમા આંબલીની ચટણી, કોથમીર-મરચાની ચટણી પણ ઉમેરી શકો છો. તૈયાર છે સ્વાદિષ્ટ મગની દાળના દહીંવડા..