Food Make tasty garlic tamarind chutney recipe
  • Home
  • Featured
  • ચટપટી લસણ અને આંબલીની ચટણી હવે ઘરે જ બનાવો

ચટપટી લસણ અને આંબલીની ચટણી હવે ઘરે જ બનાવો

 | 11:46 am IST

લસણની ચટણી દરેક ખાવાનામાં ખાવામાં આવે છે. તેમજ તેને કોઇપણ શાકની સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો તેનો ટેસ્ટ વધી જાય છે. તો આજે અમે તમારા માટે લસણ અને આંબલીની ચટણીની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય લસણ અને આંબલીની મિક્સ ચટણી..

સામગ્રી
100 ગ્રામ – લસણ
100 ગ્રામ – આંબલી
2 ઇંચ – આદુનો ટૂકડો
4-6 નંગ – લાલ મરચાં
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ લસણ અને આંબલીની ચટણી બનાવવા માટે પલાળેલી આંબલીના બીજી નીકાળીને અલગ કરી દો. હવે આંબલી, લસણ, આદું અને મરચાને મિક્સરમાં ઉમેરીને પીસી લો. હવે આ પેસ્ટને એક બાઉલમાં નીકાળી લો. તેમા સ્વાદ મુજબ મીઠું ઉમેરી લો. તૈયાર છે લસણ અને આંબલી ચટણી.. તમે ઇચ્છો તો તેમા લાલ મરચું પણ મિક્સ કરી શકો છો.