Food make tasty karela kaju sabji recipe
  • Home
  • Featured
  • નહીં લાગે કારેલા કડવા, આ રીતે બનાવો ટેસ્ટી કાજૂ કારેલાનું શાક

નહીં લાગે કારેલા કડવા, આ રીતે બનાવો ટેસ્ટી કાજૂ કારેલાનું શાક

 | 12:44 pm IST

સ્વાદમાં કડવા કારેલા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. જે કેટલીક બીમારીઓ દૂર કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. પરંતુ કારેલા કડવા હોવાના કારણે ઘણા લોકો તેનાથી દૂર ભાગે છે. આજે અમે તમારા માટે કાજૂ અને કારેલાના કોમ્બિનેશનથી બનતી એક સ્વાદિષ્ટ શાકની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ આજે આપણે જોઈએ કઈ રીતે બનશે કાજુ-કારેલાનું શાક

સામગ્રી
100 ગ્રામ – કાજૂ
2 નંગ કાચા કેળા
10 નગં – કારેલા
4 ચમચી – તલ
1 ચપટી – હીંગ
1 ચમચી – રાઇ
4 ચમચી – દળેલી ખાંડ
1 ચમચી – આદુ-મરચાની પેસ્ટ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ
ગાર્નિશ માટે – કોથમીર

બનાવવાની રીત
સૌપ્રથમ કારેલા છોલી તેની ચિપ્સ કરી લેવી. ચિપ્સમાં મીઠું નાંખી દસ મિનિટ રાખવી. ત્યારબાદ મીઠું નીતારી કોરી કરવી. કાચા કેળાની છાલ નીકાળીને ચિપ્સ કરવી. હવે કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં કાજુ, કારેલા તથા કાચા કેળાની ચિપ્સ કરી વારા ફરતી નાંખીને તળી લો. હવે કડાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, હિંગ નાંખી તળેલા કાજુ, કારેલા, કેળા ઉમેરવા. ત્યારબાદ બાકીની તમામ સામગ્રી ઉમેરવી. થોડીવાર હલાવી ગેસ બંધ કરી દો. હવે તેને સર્વ કરતી વખતે સમારેલી કોથમીર નાંખીને ગાર્નિશ કરો. તૈયાર છે ગરમા ગરમ સ્વાદિષ્ટ કાજૂ કારેલાનું શાક..