Food make tasty maisur pak recipe for Diwali
  • Home
  • Featured
  • ગુજરાતીઓનો ફેવરિટ મૈસુર પાક દિવાળીમાં આ રીતે બનાવો ઘરે

ગુજરાતીઓનો ફેવરિટ મૈસુર પાક દિવાળીમાં આ રીતે બનાવો ઘરે

 | 4:38 pm IST

ગુજરાતી લોકો ખાવાના ખૂબ શોખીન હોય છે. એમા પણ જો કોઇ તહેવાર આવે તો જાત જાતની વાનગીઓ બનાવે છે. દિવાળી માટે આજે અમે તમારા માટે વધુ એક મિઠાઇની રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી મૈસુર પાક..

જરૂરી સામગ્રી

1 કપ – ચણાનો લોટ
2 કપ – ઘી
2 કપ – ખાંડ
1 કપ – પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાના લોટને ચાળીને જુદુ મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમા એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં ચણાનો લોટ મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. જ્યારે ચણાના લોટનું મિશ્રણ થોડુ ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો. ઘી થોડુ થોડુ કરીને નાખતા જજો. બધુ ઘી મિક્સ થઈ જાય એટલે ચણાનો લોટ સતત હલાવો.

જ્યારે ચણાના લોટમાં જાળી-જાળી દેખાવવા માંડે તો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો. હવે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે.