Food make tasty masala banana chips for fast
  • Home
  • Featured
  • માત્ર 10 મિનિટમાં ઉપવાસ માટે બનાવો મસાલા કેળા વેફર્સ

માત્ર 10 મિનિટમાં ઉપવાસ માટે બનાવો મસાલા કેળા વેફર્સ

 | 8:45 am IST

કેળાની વેફર્સ બાળકોથી લઇને મોટા દરેક લોકોને પસંદ હોય છે. તે ખૂબ સારો નાસ્તો છે. તેને પિકનિક સમયે કે ભૂખ લાગે ત્યારે ખાઇ શકાય છે. ખાસ કરીને કેળાને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તો આજે અમે તમારા માટે કેળાની વેફર્સ કેવી રીતે ઘરે બનાવાય તેની રેસીપી લઇને આવ્યા છીએ. આ વેફર્સ તમે નવરાત્રીના ઉપવાસમાં પણ ટ્રાય કરી શકો છો. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી કેળા વેફર્સ..

સામગ્રી
6 નંગ – કાચા કેળા
1 કપ – તેલ
સ્વાદાનુસાર – સિંધા લૂણ
કાળામરી પાઉડર
સ્વાદાનુસાર – લાલ મરચું

બનાવવાની રીત
સૌ પ્રથમ કાચા કેળાને છોલી લો. એક બાઉલમાં ઠંડુ પાણી લો અને તેમા મીઠું ઉમેરી લો, તેમા છોલેલા કેળા 10-15 મિનિટ રાખી મૂકો. હવે કેળાને ચિપ્સ કટરથી કટ કરી લો. આ કટ કરેલા કેળાની ચિપ્સને 10 મિનિટ માટે કોઇ કાપડ કે પેપર પર ફેલાવી દો. હવે તે સૂકાઇ જાય એટલે તેને અલગ રાખી મૂકો. ત્યાં સુધી એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. અને ચિપ્સને આછી બ્રાઉન રંગની તળી લો. તેને બહાર નીકાળીને તેની પર કાળામરી પાઉડર, સિંધાલૂણ અને લાલ મરચું ઉમેરી લો. તૈયાર છે નવરાત્રીમાં ઉપવાસમાં ટ્રાય કરાય તેવી ટેસ્ટી કેળા વેફર્સ..