Food make tasty nankhatai recipe
  • Home
  • Featured
  • બાળકો ઝટપટ ઝાપટી જશે, ઘરે જ બનાવો નાનખટાઇ

બાળકો ઝટપટ ઝાપટી જશે, ઘરે જ બનાવો નાનખટાઇ

 | 6:04 pm IST

નાનખટાઇ આમ તો પારસી સ્વીટ છે પરંતુ ગુજરાતમાં તે ખૂબ જ લોકપ્રિય છે. બિસ્કિટ જેવી લાગતી આ સ્વીટ આમ તો ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. તો આજે અમે તમારા માટે નાનખટાઇ બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ.

સામગ્રી

૨૦૦ ગ્રામ – ડાલડા ઘી
૨૦૦ ગ્રામ – બૂરુ ખાંડ
૨૦૦ ગ્રામ – મેંદો
૧ ચમચી – રવો
સજાવટ માટે – કલર કલર ની ટૂટીફ્રૂટી

બનાવવાની રીત

સૌ પ્રથમ ઘી ને એક મોટા બાઉલ માં લઇ બરાબર હથેળી વળે મસળો. ઘીનો રંગ પીળામાંથી સફેદ થતો જશે ત્યારે તેમાં બૂરું ખાંડ બારીક ચારણીમાં ચાળી ઉમેરો અને બરાબર મિક્સ કરો. ખાંડ બરાબર મિક્સ થયા પછી મેંદો પણ ચારણીમાં ચાળી તેમા ઉમેરો. સાથે રવો પણ ઉમેરો. લોટ બંધાઈ જાય એટલે તેના નાના નાના બેઠાં ઘાટનાં ગોળ બોલ બનાવો. શેપ મોલ્ડ વાપરવા હોય તો બે પ્લાસ્ટિક ની થેલી વચ્ચે રોટલો વણી તેમાં મન ગમતા આકારનાં મોલ્ડનો ઉપયોગ કરી કૂકીઝ બનાવો.કલરફૂલ ટૂટીફ્રૂટી થી સજાવી બેકિંગ ટ્રે માં થોડું ઘી લગાવી કૂકીઝ છુટ્ટી છુટ્ટી સેટ કરો.પ્રી હિટેડ ઓવન માં ૧૮૦° પર ૧૦ મિનિટ માટે મૂકો. ચેક કરો તૈયાર થઈ ગઈ હોય તો સર્વિંગ પ્લેટ માં કાઢી પીરસો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.