Food make tasty navratri penda Recipe
  • Home
  • Featured
  • નવરાત્રીમાં ઘરે જ શાહી મેવા પેંડા બનાવી ધરાવો પ્રસાદ

નવરાત્રીમાં ઘરે જ શાહી મેવા પેંડા બનાવી ધરાવો પ્રસાદ

 | 10:13 am IST

આજથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. જ્યારે કેટલાક લોકો માતાજીના ઉપવાસ કરે છે. તો માતાજીને નવ દિવસ પ્રસન્ન કરવા માટે પૂજા, આરાધના કરવામાં આવે છે. તો આજે અમે તમારા માટે માતાજીને પ્રસાદ ચઢાવવા માટે એક ખાસ વાનગી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય શાહી માવા પેંડા. જે ઘરે સહેલાઇથી બનાવી શકાય છે.

સામગ્રી
200 ગ્રામ – તાજો માવો
1 કપ – ઘટ્ટ દૂધ
100 ગ્રામ – ખાંડ
1 ચમચી – ઇલાયચી પાઉડર
1/2 બાઉલ – છીણેલું ટોપરું
2-4 – કેસર
કાજૂ-બદામની કતરણ
પિસ્તાની કતરણ

બનાવવાની રીત
-સૌ પ્રથમ દૂધમાં સૂકા મેવાની કતરણ મિક્સ કરીને મિક્સરમાં પીસીને પેસ્ટ તૈયાર કરી લો.
– હવે આ પેસ્ટમાં ખાંડ મિક્સ કરો અને તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો.
– તેને ગેસ પર ધીમી આંચ પર ત્યા સુધી ચઢવા જ્યાં સુધી તે સૂકુ ન થઇ જાય.
– હવે તેમા માવો મિક્સ કરીને ધીમી આંચ પર ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો.
– ત્યાર પછી મિશ્રણને ઠંડુ થાય તે બાદ તેના નાના-નાના પેંડા બનાવી લો.
– હવે એક થાળીમાં ટોપરાની છીણ ફેલાવો અને તેમા પેંડાને રગડી લો. ઉપરથી કેસર ચીપકાવો.
– તૈયાર છે ટેસ્ટી શાહી મેવા પેંડા..