Food make tasty paneer chaat recipe
  • Home
  • Featured
  • પનીરનું શાક નહીં, હવે ઘરે બનાવો તેની ચટપટી ચાટ

પનીરનું શાક નહીં, હવે ઘરે બનાવો તેની ચટપટી ચાટ

 | 11:45 am IST

પનીર એક એવી વસ્તુ છે જેનાથી તમે અવનવી વાનગીઓ બનાવી શકો છો. પનીરની દરેક વસ્તુ લોકોને ખૂબ જ ભાવે છે. તો આજે અમે તમારા માટે પનીરથી બનતી એક વાનગી લઇને આવ્યા છીએ. તે સ્વાદિષ્ટ હોવાની સાથે ડિફરન્ટ પણ છે. તમે ખાસ કરીને અનેક પ્રકારની ચાટ ટ્રાય કરી હશે. તો આજે અમે તમારા માટે પનીર ચાટની રેસીપી લઇને આવ્યા છીએ. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય પનીર ચાટ..

સામગ્રી
250 ગ્રામ – પનીર (ટૂકડા)
1 નંગ – ડુંગરી (સમારેલી)
1/2 બાઉલ – વટાણા
1 નંગ – સમારેલું ટામેટું
2 નંગ – લીલા મરચા
1 ચમચી – લાલ મરચું
1 ચપટી – સંચળ
1 ચમચી – ચાટ મસાલો
1 મોટી ચમચી – ટોમેટો સોસ
1 ચમચી – લીંબુનો રસ
1 નાની ચમચી – લીલી ચટણી
1 મોટી ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ મીડિયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરીને પનીરના ટૂકડાને આછા બ્રાઉન રંગના તળી લો. હવે તેને એક બાઉલમાં નીકાળી લો. ત્યાર પછી પેનમાં ડુંગળી , વટાણા સાંતળી લો. હવે તેમા ટામેટા અને લીલા મરચાં ઉમેરી લો. હવે તેમા મીઠું, સંચળ, લાલ મરચું, ટોમેટો કેચઅપ ઉમેરીને બરાબર મિક્સ કરી સો. બે મિનિટ પછી ગેસની આંચ બંધ કરી લો. હવે તૈયાર મિશ્રણને પનીરમાં ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો.લ હવે તેમા લીંબુનો રસ, લીલી ચટણી અને ચાટ મસાલો ઉમેરીને હલાવો. કોથમીરથી બરાબર ગાર્નિશ કરી લો. તૈયાર છે સ્વાદિષ્ટ પનીર ચાટ..