Food make tasty Toover dal rasam recipe
  • Home
  • Featured
  • દક્ષિણ ભારતની ફેમસ છે તુવેર દાળની રસમ, સ્વાદમાં છે સ્વાદિષ્ટ

દક્ષિણ ભારતની ફેમસ છે તુવેર દાળની રસમ, સ્વાદમાં છે સ્વાદિષ્ટ

 | 10:42 am IST

રસમ દક્ષિણ ભારતનું મુખ્ય પેય પદાર્થ છે. એક એક પ્રકારના હેલ્ધી સૂપ છે. જને દાળ, શાકભાજી અને કેટલાક મસાલાથી તૈયાર કરવામાં આવે છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે તુવેર દાળની રસમ કેવી રીતે બનાવાય. જે ખાવામાં સ્વાદિષ્ટ અને સહેલાઇથી બનાવી શકાય છે.

જરૂરી સામગ્રી

6 નંગ – ટામેટા
2 ચમચી – તેલ
2 ચમચી – રાઇ
10-12 નંગ – લીમડો
1 ચમચી – હીંગ
6-8 નંગ – સૂકા લાલ મરચાં
1 ટૂકડો – આદુ ટૂકડો
2 નંગ – લીલા મરચા
1 1/2 કપ – તુવેર દાળ
10 ગ્રામ – આંબલી
2 ચમચી – જીરૂ
4 કળી – લસણ
8-10 નંગ – કાળામરી
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત

સૌ પ્રથમ તુવેર દાળની રસમ બનાવવા માટે કૂકરમાં 3 કપ પાણી અને તુવેર દાળ ઉમેરીને 4-5 સીટી વાગે ત્યાં સુધી ચઢવા દો. જ્યારે દાળ ચડી જાય પછી એટલે પ્રેસર ખતમ થવા દો. રસમ બનાવવામાં માટે વાસણમાં એક ચમચી ઉમેરીનું ગરમ કરી લો. હવે તેમા રાઇ, હીંગ, લીમડો અને લીલા મરચાં ઉમેરીને વઘાર કરો. હવે તેમા આદું ઉમેરી લો. ત્યાર બાદ ચેમા ટામેટું ઉમેરો. હવે ટામેટા નરમ થાય એટલે તેમા પાણી ઉમેરીને ઉકાળેલી દાળ ઉમેરો હવે તેને 15-20 મિનિટ માટે ઉકાળો. હવે આંબલી તેમા થોડૂંક ગરમ પાણી ઉમેરીને તેના પલ્પને મેશ કરી લો. આંબલીનું પાણી ગાળીને તેને દાળમાં ઉમેરી લો. હવે તેમા જીરૂ, લસણ અને કાળામરી ઉમેરીને દરદરી પીસીને રસમમાં મિક્સ કરી લો. 5-7 મિનિટ રસમને બરાબર મિક્સ કરી લો. હવે તેમા સ્વાદાનુસાર મીઠું ઉમેરી લો. રસમ ઘટ્ટ થાય એટલે તેમા થોડૂંક પાણી મિક્સ કરી લો. રસમ ચઢી જાય એટલે તેને આંચ પરથી ઉતારી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમા રાઇ, લીમડો, લાલ મરચું અને હીંગ ઉમેરીને વઘાર કરો. તેને ઉપરથી રસમ પર મિક્સ કરી લો. તૈયાર છે ગરમા ગમર રસમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.