Food make tasty vegetables pulaom recipe
  • Home
  • Featured
  • લીલા વટાણાંથી ભરપૂર છે વેજીટેબલ પુલાવ, ગરમા ગરમ ખાવાની પડી જશે મજા

લીલા વટાણાંથી ભરપૂર છે વેજીટેબલ પુલાવ, ગરમા ગરમ ખાવાની પડી જશે મજા

 | 10:17 am IST

શિયાળામાં રોજ લોકોને અવનવી વાનગીઓ ખાવાની ઇચ્છા થતી હોય છે. ખાસ કરીને શિયાળામાં દરેક પ્રકારના શાક મળતા હોય છે. તો આજે અમે તમારા માટે વેજીટેબલ પુલાવની રેસીપી લઇને આવ્યા છીએ. જે તમને ખાવામાં મજા પડી જશે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય વેજીટેબલ પુલાવ..

સામગ્રી
200 ગ્રામ – બાસમતી ચોખા
200 ગ્રામ – ફુલાવર
100 ગ્રામ – લીલા વટાણા
2 નંગ – ડુંગળી
3 નંગ – કેપ્સિકમ
2 નંગ – ગાજર
2 નંગ – ટામેટા
3 નંગ – લીલા મરચાં
તમાલપત્ર
લવિંગ
જીરૂ
કાળામરી
સ્વાદાનુસાર – મીઠું
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું

બનાવવાની રીત

સૌ પ્રથમ સમગ્ર શાકભાજીને સાફ કરી લો. ડુગળી, બટાકા, ટામેટા અને શિમલા મરચા, ગાજર, લીલા મરચાને લાંબા સમારી લો. હવે કુકરમાં ઘી ગરમ કરવા મુકો. ઘી તપે કે તેમાં જીરુ તતડાવી તેમાં તમાલપત્ર, લવિંગ અને મરી અને લીલા મરચાં નાખો. તેમાં તરતજ બધા શાકભાજી નાખીને સાંતળો. હવે તેમાં લાલ મરચુ, હળદર અને મીઠુ નાખીને હલાવો. હવે બાસમતી ચોખા ધોઈને નાખી દો. કુકરમાં અંદાજ મુજબ પાણી નાખો અને બે-ત્રણ સીટી વગાડી લો. ગરમા ગરમ વેજીટેબલ પુલાવમાં સમારેલી કોથમીર નાખીને સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન