Food make tatsy Almond Shiro for Diwali
  • Home
  • Featured
  • નવા વર્ષમાં મહેમાનો માટે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ બદામનો શીરો

નવા વર્ષમાં મહેમાનો માટે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ બદામનો શીરો

 | 1:02 pm IST

ખાસ કરીને લોકો શીરો સારા પ્રસંગે બનાવે છે. જ્યારે આજની નવા વર્ષની શરૂઆત થઇ છે તો અમે તમારા માટે બદામના શીરાની રેસીપી લઇને આવ્યા છીએ. બદામ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી બદામનો શીરો

સામગ્રી

150 ગ્રામ – બદામ
200 મિલી – દૂધ
150 ગ્રામ – ખાંડ
2 ગ્રામ – કેસર
50 ગ્રામ – ઘી
5 ગ્રામ – કાપેલા પિસ્તા
15 ગ્રામ – કાપેલા કાજૂ

બનાવવાની રીત

સૌ પ્રથમ બદામને ત્રણ કલાક પલાળીને રાખી મૂકો. ત્યારબાદ તેની છાલ કાઢીને તેમાં દૂધ, ખાંડ, કેસર ભેળવીને મિક્સરમાં વાટી લો. કઢાઈમાં ઘી ગરમ કરીને બદામનુ મિશ્રણ નાખી દો. 20 મિનિટ સુધી એક સરખું હલાવતા રહો. પેનમાં ઘી છુટુ થાય અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો. પ્લેટમાં કાઢીને કાજૂ, અને પિસ્તાના ટુકડા નાખીને સજાવો. તૈયાર છે સ્વાદિષ્ટ બદામનો શીરો..