મસાલેદાર પનીર કોફતા આ રીતે બનાવો ઘરે - Sandesh
NIFTY 10,772.05 +61.60  |  SENSEX 35,547.33 +260.59  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મસાલેદાર પનીર કોફતા આ રીતે બનાવો ઘરે

મસાલેદાર પનીર કોફતા આ રીતે બનાવો ઘરે

 | 12:17 pm IST

પનીરનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે. ખાસ કરીને પનીર પંજાબી સબ્જીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે અમે તમારા માટે પનીરના શાકની રેસિપી લઇને આવ્યા છીએ. તો તમે અનેક વખત પનીર ભૂરજી, પાલક પનીર, પનીર મસાલા જેવી પનીરના કેટલાક શાક ટ્રાય કર્યા હશે પરંતું શુ તમે ક્યારેય પનીર કોફતા ટ્રાય કર્યું છે. જો ના તો આજે બનાવીશું પનીર કોફતા..જે બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય છે.

સામગ્રી
કોફતા બનાવવા
200 ગ્રામ – પનીર (ખમણેલુ)
2 નંગ – બટેટા (બાફેલા)
1/2 ચમચી – લાલ મરચું
1/4 ચમચી – ગરમ મસાલો
2 ચમચી – કોર્ન ફ્લોર
જરૂરિયાત મુજબ – તેલ
સ્વાદાનુસાર – મીઠું

ગ્રેવી બનાવવા
3 નંગ – ડુંગળી (સમારેલી)
2 નંગ – ટામેટા (સમારેલા)
2 નંગ – લીલા મરચા
1 ચમચી – આદુ-લસણની પેસ્ટ
1/2 કપ – દહીં
1/2 કપ – કાજૂ (પીસેલા)
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – હળદર
1/4 ચમચી – ગરમ મસાલો
1 નંગ – તમાલપત્ર
1/2 ચમચી – જીરૂ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટાને છોલીને મશળી લો. હવે તેમા પનીર ઉમેરો. ત્યાર પછી તેમા કોર્ન ફ્લોર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેના નાના બોલ્સ બનાવી લો. મીડીયમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમા બોલ્સ તરી લો આછા બ્રાઉન રંગના થાય એટલે તેને એક પ્લેટમાં નીકાળી લો. ત્યાર પછી ગ્રેવી તૈયાર કરવા માટે એક મિક્સરમાં ડુંગળી અને લીલા મરચા ઉમેરીને બરાબર પીસી લો. તેને એક બાઉલમાં નીકાળીને ટામેટાને પણ પીસી લો. હવે મીડીયમ આંચ પર તેલ ગરમ કરો. તેમા જીરૂ અને તમાલ પત્ર ઉમેરી લો. હવે તેમા ડુંગળીની પેસ્ટ ઉમેરીને સાતંળી લો. હવે તેમા ટામેટાની પ્યોરી, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી લો. ગ્રેવી બરાબર મિક્સ કરો. ગ્રેવીમાંથી તેલ છુટુ પડે એટલે તેમા દહીં અને કાજૂ પાઉડર ઉમેરો. ત્યાર પછી તેમા 2 કપ પાણી ઉમેરીને 10 મિનિટ ચઢવા દો. હવે તેમા તૈયાર કોફતા ઉમેરી દો. 2 મિનિટ પછી ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ પનીર કોફતા.. તેની પર કોથમીર તેમજ ક્રીમ ઉમેરીને ગાર્નિશ કરી લો.