આ રીતે બનાવો મસાલેદાર દાળ મખની - Sandesh
  • Home
  • Food & Travel
  • આ રીતે બનાવો મસાલેદાર દાળ મખની

આ રીતે બનાવો મસાલેદાર દાળ મખની

 | 10:30 am IST

પંજાબી ખાવાનાનું નામ આવે એટલે દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારા માટે વધુ એક પંજાબી રેસીપી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. દાળ મખની એક પંજાબી વેજ ડિશ છે. જે દરેક લોકોને ખૂબ પસંદ આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય દાલ મખની..

સામગ્રી
1 કપ – અડદની દાળ (બાફેલી)
1/4 કપ – ચણા દાળ(બાફેલી)
1/4 કપ – રાજમા (બાફેલા)
1 બાઉલ – ટામેટા પ્યોરી
1 બાઉલ – ડુંગરી (સમારેલી)
1 ચમચી – લસણની પેસ્ટ
1/2 ચમચી – આદુની પેસ્ટ
2 મોટી ચમચી – ક્રીમ
2 ચમચી – ધાણાજીરૂ
1 ચમચી – જીરૂ
2 ચમચી – માખણ
2 ચમચી – તેલ
1 ચમચી – ગરમ મસાલો
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમા જીરૂ ઉમેરી લો. ત્યાર પછી તેમા આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ડુંગળી ઉમેરો. તે આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ટામેટાની પ્યોરી ઉમેરી લો. હવે તેને 2-3 મિનિટ માટે ચઢવા દો. ત્યાર પછી તેમા હળદર , મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી લો. તેને બરાબર મિક્સ લો. જ્યારે મસાલામાંથી તેલ છૂટુ પડે એટલે તેમા દાળ અને રાજમા મિક્સ કરી લો. સાથે તેમા ફ્રેશ ક્રીમ, માખણ બરાબર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેને 15-20 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો. તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. તૈયાર છે પંજાબી દાળ મખની.. તેને એક બાઉલમાં નીકાળી લો. હવે ઉપરથી ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન