હોટલ જેવી મિક્સ વેજીટેબલ કઢી હવે ઘરે જ બનાવો, આંગળા ચાટતા રહી જશો - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • હોટલ જેવી મિક્સ વેજીટેબલ કઢી હવે ઘરે જ બનાવો, આંગળા ચાટતા રહી જશો

હોટલ જેવી મિક્સ વેજીટેબલ કઢી હવે ઘરે જ બનાવો, આંગળા ચાટતા રહી જશો

 | 7:58 pm IST

કઢી તો ગુજરાતીઓની સૌથી મનપસંદ વાનગી છે. તેમાંય વળી જો ગરમ-ગરમ ખીચડી, કઢી અને રોટલા ખાવાની તો મજા કંઈક ઔર જ છે. તમે પણ આ દિવસોમાં બહારનું ભોજન ખાઈને કંટાળી ગયા છો તો ઘરે કઢી બનાવો છો. તો આજે અમે તમારા માટે મિક્સ વેજીટેબલ કઢીની વાનગી લઇને આવ્યા છીએ. આવો જોઇએ કેવી રીતે બનાવાય મિક્સ વેજીટેબલ કઢી..

સામગ્રી
500 ગ્રામ – કઢી
2 ચમચી – ચણાનો લોટ
1 ચમચી – તેલ
1 ચપટી – હીંગ
1/2 ચમચી – જીરૂ
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – ગરમ મસાલો
સ્વાદાનુસાર – મીઠું

શાક
કોબીજ
બટેટા
ગાજર
વટાણા
કોથમીર

વઘાર માટે
1 ચમચી – દેશી ઘી
1/2 – સમારેલું ટામેટુ
1 નંગ – સૂકૂ લાલ મરચું
1 ચપટી – હીંગ
4-5 – લીમડાના પાન

બનાવવાની રીત
સૌ પ્રથમ દરેક શાકને ધોઇને પાતળી લાંબા કટ કરી લો. હવે દહીંને બરાબર ફેટી લો અને તેમા ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. ધ્યાન રહે કે લોટમાં ગાંઠ ન રહી જાય. તે બાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમા હીંગ અને જીરૂ ઉમેરો. હવે તેમા હળદર ઉમેરી દરેક શાકભાજી મિક્સ કરો અને લાલ મરચુ તેમજ મીઠુ ઉમેરી અડધો ગ્લાસ પાણી મિક્સ કરો. તે બાદ તેને ઢાંકી દો. ત્યાર પછી દરેક શાક બરાબર ચઢી જાય એઠલે તેમા દહીં અને ચણાના લોટનું મિશ્રણ ઉમેરો. જ્યાં સુધી કઢીમાં ઉભરો ન આવે ત્યાં સુધી કઢીને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. કઢી ગટ્ટ થાય એટલે આશરે 10 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરી દો. હવે અન્ય એક પેન લો. તેમા ઘી ઉમેરો. હવે તેમા જીરૂ, હિંગ અને લીમડાના પાન ઉમેરો. તે પછી તેમા સામારેલા ટામેટા ઉમેરો. આ વઘારને કઢીમાં ઉમેરો. તૈયાર છે મિક્સ વેજીટેબલ કઢી. કઢીને કોથમીરથી ગાર્નિશ કરીને રોટલી કે રાઇસ જો઼ડે ગરમા ગરમ સર્વ કરો.