બટેકાની ક્રિસ્પી ચકરી ઝડપથી ઘરે જ બનાવવા નોંધી રીત - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7700 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • બટેકાની ક્રિસ્પી ચકરી ઝડપથી ઘરે જ બનાવવા નોંધી રીત

બટેકાની ક્રિસ્પી ચકરી ઝડપથી ઘરે જ બનાવવા નોંધી રીત

 | 1:34 pm IST

નાસ્તામાં બટેટાના ભજિયા કે તેના પકોડા તો તમે ખૂબ બનાવતા હશો. તો ચોખાની પણ ચકરી તમે બનાવશો હશો. પરંતુ શુ તમે ક્યારેય બટેકાની ચકરી  બનાવી છે. આ ચકરી  સાઉથમાં વધારે બનાવવામાં આવે છે. તો આવો જોઇએ કેવી રીતે ઘરે જ બનાવાય બટેકાની ચક્રી…

સામગ્રી
2નંગ – બટેકા
1/2 કપ – ચોખાનો લોટ
1/2 કપ – ચણાનો લોટ
1/2 ચમચી – જીરૂ
1/2 ચમચી – અજમો
1 ચપટી – હીંગ
1 ચમચી – લાલ મરચું
2 ચમચી – માખણ
તરવા માટે – તેલ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ મીડિયમ આંચ પર એખ પ્રેશર કુકરમાં બટેકાને બાફી લો. બટેકા બાફી લો ત્યાર બાદ તેને ઠંડા કરીને તેની છાલ ઉતારી લો. હવે તેને એક વાસણમાં મશળી લો. બટેકામાં ચણાનો લોટ, ચોખાનો લોટ, મીઠુ, અજમો, જીરૂ, હિંગ અને લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં થોડુક પાણી ઉમેરી લોટની તેમ મુલાયમ ગુંદી લો. લોટ ગુંદતા સમયે તેમા માખણ પણ ઉમેરો. આ લોટને 5 મિનિટ ઢાંકીને મૂકી લો. હવે તૈયાર લોટને ચકરી બનાવવાન મશીનમાં ઉમેરો.તે બાદ મધ્યમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થતાની સાથે મશીનને ગોળ ગોળ ફેરવતા લોટને ચકરીના શેપમાં તેલમાં પાડો. હવે ચકરી  આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે તેને બહાર નીકાળી લો. તૈયાર છે બટેકાની ચકરી..