Food Potato masala is made for Panipuri this way
  • Home
  • Food & Travel
  • પાણીપુરી માટે આ રીતે બનાવો બટેટાનો મસાલો, સ્વાદ થશે બમણો

પાણીપુરી માટે આ રીતે બનાવો બટેટાનો મસાલો, સ્વાદ થશે બમણો

 | 7:37 pm IST

પાણીપુરીનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે.પાણીપુરી નાના બાળકોથી લઇને વૃદ્ધ દરેક લોકોને પસંદ હોય છે. તો તમે પાણીપુરી તો ઘણી વખત ખાધી હશે. પરંતુ શુ તમે તેનો મસાલો કેવી રીતે બનાવવામાં આવે તે ખબર છે જો ના તો આજે અમે તમારા માટે પાણીપુરી માટે બનાવવામાં આવતો મસાલાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલો અને જલદી બની જાય છે.


સામગ્રી

4 નંગ – બાફેલા બટેટા
1 નંગ – સમારેલી ડુંગળી
1 બાઉલ – બાફેલા દેશી ચણા
1 મોટી ચમચી – કોથમીર (સમારેલી)
4 નંગ – ઝીણા સમારેલા લીલા મરચાં
1 ચમચી – જીરા પાઉડર
1/2 ચમચી – ધાણાજીરૂ પાઉડર
1/2 ચમચી – ગરમ મસાલો
1 ચમચી – લાલ મરચું
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટેટાને છોલીને તેને બરાબર મશળી લો. ધ્યાન રહે કે મોટા ટૂકડા ન રહી જાય. હવે બટેટાના મિશ્રણમાં ડુંગળી,કાબૂલી ચણા, કોથમીર, લીલા મરચાં, કોથમીર, જીરા પાઉડર, ધાણાજીરૂ પાઉડર, ગરમ મસાલો, લાલ મરચું, મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તૈયાર છે પાણી પુરી માટે બટેટાનો મસાલો. જેને તમે દહીં પુરીની સાથે પણ ટ્રાય કરી શકો છો.