બાળકો માટે ખાસ 'પોટેટો સ્માઇલી' ઘરે જ બનાવો - Sandesh
  • Home
  • Food & Travel
  • બાળકો માટે ખાસ ‘પોટેટો સ્માઇલી’ ઘરે જ બનાવો

બાળકો માટે ખાસ ‘પોટેટો સ્માઇલી’ ઘરે જ બનાવો

 | 7:21 pm IST

જો પોટેટો સ્માઇલીની વાત આવે એટલે બાળકો ખૂબ ખુશ થઇ જાય છે. પોટેટો સ્માઇલી એક એવી વાનગી છે નાનાથી લઇને મોટા લોકો નાસ્તામાં ખાય છે. પરંતુ જો બાળકોને પોટેટો સ્માઇલી આપવામાં આવે તો બાળકો નખરા કર્યા વગર જ પોટેટો સ્માઇલી ફટાફટ ખાઇ જાય છે. તમે બજરમાથી ઇન્સ્ટન્ટ પોટેટો સ્માઇલી લાવતા હશો પરંતુ હવે આજે અમે તમારા માટે પોટેટો સ્માઇલીની રેસિપી લઇને આવ્યા છીએ. કેવી રીતે સહેલાઇથી અને ઝડપથી પોટેટો સ્માઇલી તમે ઘરે જ બનાવી શકશો. આવો જોઇએ પોટેટો સ્માઇલી બનાવવાની રીત..

સામગ્રી
5 નંગ – બાફેલા બટેટા
1 કપ – પૌઆં
1/2 કપ – કોર્ન ફ્લોર
1 મોટી ચમચી – કાળામરી પાઉડર
તરવા માટે – તેલ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટા લો અને તેને મસળી દો. હવે તેમા કોર્ન ફ્લોર, મીઠુ, કાળામરી પાઉડર, પૌઆંનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લો. આ દરેક સામગ્રીને બરાબર મિકસ કરીને તેને લોટની જેમ ગુંદી લો. હલે હથેળી પર તેલ લગાવી લો, તે બાદ એક મોટો પ્લાસ્ટિકનો ટૂકડો લો અને તેની પર પણ તેલ લગાવી લો. (તેલનું પ્રમાણ વઘારે રાખવું જેથી બટેટાનું મિશ્રણ તેની પર મૂકવાથી પ્લાસ્ટિકમાં ચોટે નહીં). હવે મિશ્રણને પ્લાસ્ટિકના અડધા ભાગ પર મૂકો અને પ્લાસ્ટિકની બાકી બચેલા ભાગને તેની પર ઢાંકી દો. હવે વેલણની મદદથી બટેટાને વણી લો. તે બાદ બટેટાની રોટલીના ઉપરના ભાગ પરથી પ્લાસ્ટિક હટાવી લો. હવે એક નાની વાટકી કે બોટલના ઢાંકણથી બેટેટાની રોટલીને ગોળ આકારમાં કટ કરી લો. હવે તેમા બે આંખો બનાવી લો. તેમજ ચમચીની મદદથી સ્માઇલી બનાવી લો. તે બાદ હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમા સ્માઇલીને બ્રાઉન થાય ત્યાં સુધી તરી લો. એક વારમાં તેલમાં વધારે સ્માઇલી ન તરવી, નહીતર તે ક્રિસ્પી થશે નહીં. હવે એક-એક કરીને સ્માઇલીને પ્લેટમાં નીકાળી લો. તૈયાર છે પોટેટો સ્માઇલી.. સ્માઇલીને તમે ટોમટો કેચઅપ સાથે સર્વ કરી શકો છો.