Food potato spicy and crispy chips recipe
  • Home
  • Featured
  • બટેટાના સ્વાદિષ્ટ ક્રીસ્પી અને સ્પાઇસી ચિપ્સ આ રીતે બનાવો

બટેટાના સ્વાદિષ્ટ ક્રીસ્પી અને સ્પાઇસી ચિપ્સ આ રીતે બનાવો

 | 9:09 am IST

બટેટાની ચિપ્સતો દરેક લોકોને પસંદ હોય છે. એવામાં તમે બજારમાંથી લઇને કેટલીક વખત બટેટાની ચિપ્સ ટ્રાય કરી હશે. બટેટાની ચિપ્સ અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. તો આજે અમે ઘરે કેવી રીતે બટેટાની ચિપ્સ બનાવાય તે અંગેની રેસિપી લઇને આવ્યા છીએ.તો આવો જોઇએ ઘરે કેવી રીતે બટેટાની સ્પાઇસી ચિપ્સ બનાવી શકાય

સામગ્રી
4-5 નંગ – બટેટા
1 નાની ચમચી – ફુદીના પાઉડર
1 ચમચી – કાળામરીનો ભૂકો
2 ચમચી – કોર્નફ્લોર
સ્વાદાનુસાર – મીઠું
1 ચમચી – મરચું
તળવા માટે – તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ બટેટાને છોલીને તેેના મોટા-મોટા લાંબા ટુકડામાં કટ કરી લો. તેને બે-ત્રણ વખત પાણી બદલીને બરાબર ધોઇ લો. હવે તેને દોઢ કલાક સુધી ઠંડા પાણીમાં રાખી મૂકો. ત્યાર બાદ તેમાંથી પાણી નીતારીને બટેટાને એક કાપડ પર મૂકી તેને સૂકાવા દો. હવે તેની પર મૂીઠું, મરચું , કાળા મરીનો પાઉડર અને ફુદીના પાઉડર ભભરાવીને બરાબર મિક્સ કરી લો તૈયાર છે ગરમા ગરમ સર્વ કરો.