ઇદના દિવસે આ રીતે બનાવો સ્વાદિષ્ટ શીર ખુરમા(સેવઇ) - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઇદના દિવસે આ રીતે બનાવો સ્વાદિષ્ટ શીર ખુરમા(સેવઇ)

ઇદના દિવસે આ રીતે બનાવો સ્વાદિષ્ટ શીર ખુરમા(સેવઇ)

 | 5:40 pm IST

ઇદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી છે. પણ શીર ખુરમાનો પોતાનો અલગ જ અંદાજ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવો શીર ખુરમાં(સેવઇ).. જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ હોય છે.

સામગ્રી
200 ગ્રામ – સેવ
2 લીટર – દૂધ
2 કપ – ખાંડ
6 નંગ – નાની ઇલાયચી
1 ચપટી – કેસર
1 મોટી ચમચી – ઘીં
1 મોટી ચમચી – બદામની કતરણ
1 મોટી ચમચી – કાજૂ
1 મોટી ચમચી – પિસ્તા

બનાવવાની રીત
સૌ પ્રથમ એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થવા પર તેમાં સેવોને બારીક કરીને ઉમેરો. હવે તેને ધીમી આંચ પર 8-10 મિનિટ માટે શેકો. જ્યારે સેવ આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને ગેસની આંચ પરથી ઉતારીને સાઇડમાં રાખી દો. ત્યાર પછી એક પેનમાં દૂધ ગરમ કરો. જ્યારે દૂધ ગરમ થઇ જાય એટલે તેમા ઇલાયચી અને કેસર ઉમેરી દો. હવે દૂધને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે ઉકળીને અડધું ન રહી જાય. ત્યાર પછી તેમા ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી. ખાંડ ઓગળે ત્યાં સુધી ચઢવા દો. ખાંડ ઓગળી જાય એટલે દૂધમાં સેવ અને સૂકા મેવા ઉમેરીને 5 મિનિટ પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે રમજાનની સ્પેશ્યિલ સેવઇ.. તેને એક બાઉલમાં નીકાળી લો અને સૂકામેવાથી ગાર્નિશ કરી લો.