કાચી કેરી અને મસૂરની ચટપટી દાળ આ રીતે બનાવો - Sandesh
  • Home
  • Food & Travel
  • કાચી કેરી અને મસૂરની ચટપટી દાળ આ રીતે બનાવો

કાચી કેરી અને મસૂરની ચટપટી દાળ આ રીતે બનાવો

 | 7:46 pm IST

ગરમીમાં લન્ચ કે ડિનરમાં કેટલુક હળવું ખાવાનું મન કરે તો તમે કાચી કેરીની સાથે મસૂરની દાળ બનાવી શકો છો. જે ખાવામાં વધારે ટેસ્ટી અને તેને બનાવવી પણ ખૂબ સહેલી હોય છે. જેને તમે ગરમા-ગરમ રોટલી કે રાઇસ સાથે પણ સર્વ કરી શકો છો. આવો જોઇએ કાચી કેરીની સાથે કેવી રીતે મસૂરની દાળ બનાવી શકાય..

સામગ્રી
200 ગ્રામ – મસૂરની દાળ
3 કપ – પાણી
100 ગ્રામ – કાચી કેરી
1/2 ચમચી – હળદર
1/2 ચમચી – લાલ મરચું
1 ચમચી – મીઠું
2 ચમચી – તેલ
1/2 ચમચી – જીરૂ
1/2 ચમચી – રાઇ
3 નંગ – સૂકા લાલ મરચા
1 ચમચી – સમારેલા લીલા મરચાં

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં મસૂરની દાળ લો અને તેને પાણીથી બરાબર ધોઇ લો.હવે એક પ્રેશર કુકરમાં ધોઇલી દાળમાં પાણી અને કાચી કેરીના ટૂકડા ઉમેરો. તેમા થોડૂક મીઠું અને હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેને ઢાંકણથી બંધ કરી 2 સીટી વાગે ત્યાં સુધી રાખી મૂકો. હવે ઢાંકણ હટાવી તેને એક તરફ રાખી મૂકો. હવે એક અન્ય પેનમાં તેલ ગરમ કરીને તેમા જીરૂ અને રાઇનો વઘાર કરો. હવે તેમા સૂકા લાલ મરચા, લીલા મરચા ઉમેરો. આછા બ્રાઉન થાય એટલે તેમા તૈયાર દાળ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. ત્યાર પછી તેમા ઉપરથી થોડૂક લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી બરાબર હલાવી દો. આ દાળને 5-7 મિનિટ સુધી ઉકળવા દો. તૈયાર છે મસૂરની ટેસ્ટી દાળ. જેને તમે રાઇસ કે રોટલી સાથે સર્વ કરી શકો છો.