Food Recipe Ganesh chaturthi Special Modak
  • Home
  • Featured
  • ગણેશ ચતુર્થીએ ઘરે જ મોદક બનાવી ચઢાવો પ્રસાદ

ગણેશ ચતુર્થીએ ઘરે જ મોદક બનાવી ચઢાવો પ્રસાદ

 | 11:38 am IST

ગણેશ ચતુર્થીને આડે હવે એક જ દિવસ બાકી છે તો તમે કંઇક સ્વીટ્સ બનાવવાનું વિચારી રહ્યા છો તો આ વખતે તમે ગણપતિ દાદા માટે મોદક બનાવવા માંગો છો તો અમે તમારા માટે મોદકની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય મોદક..

સામગ્રી
2 બાઉલ – ચોખાનો લોટ
2 બાઉલ – ગોળ(ઝીણો ખાંડેલો)
2 બાઉલ – નારિયેળ (છીણ)
50 ગ્રામ – કાજુ
25 ગ્રામ – કિશમિશ
4-5 – ઇલાયચી
1 ચમચી – ઘી
1 ચપટી – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ ચોખાને ધોઈને તેને સૂકવી દો અને તે સૂકાઇ જાય એટલે તેનો દળી લો. ત્યારબાદ બારીક ચાળણીથી લોટ ચાળી લેવો. એક તપેલીમાં ઘી મૂકી તે ગરમ થાય એટલે નાળિયેરનું છીણ, ખાંડ અથવા ગોળ, ખસખસ અને એલચીનો ભૂકો ઉમેરો. તેને બરાબર મિક્સ કરી લો. હવે જેટલા કપ લોટ હોય તેટલા કપ પાણી લઈ ઉકાળવું. તેમાં ચપટી મીઠું અને બે ચમચા ઘી નાખવું. ઊકળે એટલે તપેલી નીચે ઉતારી તેમાં લોટ નાખવો. બરાબર હલાવી ધીમી આંચ ઉપર ગેસ પર રાખો . એક બાફ આવે એટલે ઉતારી ઠંડો પડે એટલે મસળવો. પછી તેમાંથી લુઓ લઈ હાથથી વાડકી આકાર કરી તેમાં પૂરણ ભરી પુરીનો છેડો થોડે થોડે અંતરે દાબીને છેડેથી બંધ કરવું એટલે મોદકનો આકાર થશે. પછી આ બધા મોદક વરાળથી બાફી, ઘી લગાવી દેવું અને ગણપતિજીને પ્રસાદ ધરાવો.