કીટલી જેવી સ્વાદિષ્ટ આદુની ચા ઘરે બનાવો - Sandesh
  • Home
  • Food & Travel
  • કીટલી જેવી સ્વાદિષ્ટ આદુની ચા ઘરે બનાવો

કીટલી જેવી સ્વાદિષ્ટ આદુની ચા ઘરે બનાવો

 | 9:30 am IST

સવારમાં એક કપ સરસ ચા મળી જાય તો આખો દિવસ મૂડ સારો રહે છે. તો આજે અમે તમને બતાવી રહ્યા છે કે કેવી રીતે બનાવી શકાય સ્વાદિષ્ટ ચા. આદુની ચા તીખી અને સ્વાદિષ્ટ હોય છે. જેમા ખમણેલુ આદું ઉમેરવામાં આવે છે. તમે આ ચાને ત્યારે પણ બનાવી શકો છો જ્યારે તમારું ગળું ખરાબ થઇ ગયું હોય કે માથામાં દુખાવો થતો હોય. જે પીવાથી ખૂબ રાહત મળે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય આદુ વાળી ચા.

સામગ્રી
2 કપ – પાણી
1/4 કપ – ગરમ દૂધ
2 મોટી ચમચી – ચા પત્તી
1 ઇંચ ટૂકડો – આદુ
સ્વાદાનુસાર – ખાંડ

બનાવવાની રીત
સૌ પ્રથમ આદુ વાળી ચા બનાવવા માટે દૂધને ગરમ કરીને અલગ રાખી દો. હવે એક સોસપેનમાં 2 કપ પાણી અને ખમણેલું આદુ ઉમેરી તેને ઉકળવા દો. 2-3 મિનિટ પછી તેમા ચાની પત્તી ઉમેરી ફરીથી ઉરળવા દો 1-2 મિનિટ માટે તે ઉકળી જાય એટલે ગેસ બંધ કરી સોસપેનને ઢાંકીને એક મિનિટ રહેલા લો. એક મિનિટ પછી તેમા દૂધ ઉમેરી લો. હવે તેને ગાળીને કપમાં ઉમેરી લો. ત્યાર પછી સ્વાદાનુસાર ખાંડ મિક્સ કરી લો. તૈયાર છે આદું વાળી ચા..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન