ઉત્તરાયણમાં આ રીતે ઘરે બનાવો જલેબી - Sandesh
NIFTY 11,012.75 +75.90  |  SENSEX 36,533.44 +209.67  |  USD 68.3700 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ઉત્તરાયણમાં આ રીતે ઘરે બનાવો જલેબી

ઉત્તરાયણમાં આ રીતે ઘરે બનાવો જલેબી

 | 1:07 pm IST

મકરસંક્રાતિનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે આ દિવસે ઉંધીયું,તલના લાડુંની સાથે જલેબી પર ખાય છે. જલેબી ગરમી અને ઠંડી બન્ને ઋતુમાં ખવાય છે. આવો જોઇએ કેવી રીતે ઘરે બનાવાય જલેબી..

સામગ્રી
2 કપ મેંદો
1/2 ચોખાનો લોટ
1/4 બેકિંગ પાઉડર
2 ચમચી દહીં
1/4 કપ ગરમ પાણી
1/2 ચમચી કેસર
3 કપ ખાંડ
1/2 ચમચી ઇલાયચી પાઉડર
1/2 ગુલાબ જળ
તરવા માટે તેલ

બનાવવાની રીત
મેંદો, ચોખાનો લોટ, બેકિંગ પાઉડર,દહીં અને 3/4 કપ પાણીને એક વાસણમાં બરાબર મિક્સ કરો. મિક્સ કર્યા બાદ બચેલા પાણીને ઉમેરો. હવે તેમા કેસ પાઉડર ઉમેરો. આ મિશ્રણને બરાબર હલાવો. તે બાદ તેને 2 કલાક માટે અલગ રાખો. તેનો ઉપયોગ કરતા પહેલા એક વાર ફરીથી બરાબર હલાવો.હવે ખાંડને પાણીને મિક્સ કરીને ચાસણી તૈયાર કરો અને તેને ગોળાકારના આકારમાં નાની ગોળ બનાવીને તેલમાં તરી લો. જલેબીને ત્યાં સુધી તરો જ્યાં સુધી તેનો રંગ આછો ભૂરો ના થાય અને તે કુરકુરી ન બને. તેલમાં તરી લીધા બાદ કઢાઇથી નીકાળી દો અને કિચન પેપર પર રાખો. તેલ શોષી લે પછી તેને ચાસણીમાં ઉમેરો. 4-5 મિનિટ ચાસણીમાં રહેવા દો. જેથી જલેબીમાં ચાસણી મિક્સ થઇ જાય. હવે જલેબીને ચાસણીમાંથી નીકાળીને ગરમા-ગરમ સર્વ કરો. જલેબી પર તમે પિસ્તા,બદામ, ખાંડનો પાઉડરથી ગાર્નિશ કરી શકો છો.