હોટલ જેવું લીંબુનું અથાણું આ રીતે બનાવો ઘરે - Sandesh
  • Home
  • Food & Travel
  • હોટલ જેવું લીંબુનું અથાણું આ રીતે બનાવો ઘરે

હોટલ જેવું લીંબુનું અથાણું આ રીતે બનાવો ઘરે

 | 12:24 pm IST

ખાવાનું કઇપણ હોય પરંતુ તેનો સ્વાદ અથાણા જોડે વધી જાય છે અને જો તેમા પણ લીંબુનું અથાણું મળી જાય તો ભોજનની મજા બે ગણી થઇ જાય છે. તો આજે અમે તમને લીંબુનું અથાણું કેવી રીતે બનાવવું તે જણાવીશુ.

સામગ્રી
800 ગ્રામ – લીંબુ
150 ગ્રામ – મીઠું
1 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – જીરૂ
1/2 ચમચી – મેથી દાણા
1 ચમચી – રાઇ
2 ચમચી – છીણેલું આદું
1/2 ચમચી – હીંગ

બનાવવાની રીત
સૌ પ્રથમ લીંબુને ધોઇને સાફ કપડાથી બરાબર લૂછીં લો. ધ્યાન રાખો કે લીંબુ પર પાણી ન રહે. તે બાદ તેને નાના ટૂકડામાં કટ કરી લો. હવે ધીમી આંચ પર એક પેન લો અને તેમા જીરૂ, રાઇ અને હીંગ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો. હવે તે બાદ આ મસાલાને મિક્સરમાં પીસી લો. હવે એક વાસણ લો. તેમા મીઠુ, હળદર,લાલ મરચું, હીંગ અને પીસેલા મસાલા એક સાથે મિક્સ કરો. હવે તેમા લીંબુના ટૂકડાને આ મિશ્રણમાં મિક્સ કરી હાથથી બરાબર હલાવી લો.ત્યાર બાદ એક કાચની બરણીમાં આ અથાણું ભરી એક મહીના સુધી રાખી મૂકો. શરૂઆતના એક અઠવાડિયા સુધી બરણીને તડકામાં રાખશો તો અથાણું જલદી ગળી જશે. અથાણાને દિવસમાં એક વાર બરબાર હલાવવું જેથી મીઠુ તેમા મિક્સ થઇ જાય. એક મહીના બાદ લીંબુની છાલ મુલાયમ થઇ જાય એટલે તેમા છીણેલું આદુ મિકસ કરો. હવે બરણીને ઉપરથી(ઢાંકણા) કાપડથી બાંધીને થોડાક કલાક તડકામાં મૂકી દો. તૈયાર છે લીંબુનું અથાણું.. અથાણાને તમે પરાઠા કે રોટલી સાથે સર્વ કરી શકો છો.