બટેકાના પાપડ હવે ઘરે જ બનાવો, રેસિપી જાણવા કરો એક ક્લિક - Sandesh
  • Home
  • Food & Travel
  • બટેકાના પાપડ હવે ઘરે જ બનાવો, રેસિપી જાણવા કરો એક ક્લિક

બટેકાના પાપડ હવે ઘરે જ બનાવો, રેસિપી જાણવા કરો એક ક્લિક

 | 12:35 pm IST

પાપડ ભારતીય ભોજનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. એમાંય કેટલાક લોકોને તો જાણે પાપડ વિના ખાવાનું જ ગળે ન ઉતરે એવી પણ ટેવ હોય છે. તો આજે અમે તમારા માટે પાપડની રેસિપી લઇને આવ્યા છીએ. આ પાપડ તમે નાસ્તામાં પણ ખાઇ શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય બટેકાના પાપડ. જે ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં સહેલા હોય છે.

સામગ્રી
500 ગ્રામ – બાફેલા બટેકા
1 નાની ચમચી – આદુની પેસ્ટ
2 નંગ – સમારેલા લીલા મરચાં
1/2 ચમચી – જીરૂ
1/2 ચમચી – ધાણા પાઉડર
1/2 ચમચી – લાલ મરચું પાઉડર
સ્વાદાનુસાર -મીઠું
1/2 ચમચી – કોથમીર


બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણ લો. તેમાં બાફેલા બટેકાને મસળી લો. હવે તેમા સિંધા મીઠું, આદુની પેસ્ટ, લીલા મરચાં, કોથમીર, લાલ મરચું અને જીરૂ મિક્સ કરો. આ મિશ્રણને બરાબર મિક્સ કરી દો. હવે તેમા પાણી ઉમેરીને બરાબર ગુંદી લો. આ મિશ્રણને 5 મિનિટ ઢાંકીને મૂકી દો. તે બાદ તેના નાના – નાના બોલ્સ બનાવી દો. હવે એક સાફ પોલીથીન લઇને તેની વચ્ચે બોલ્સ લઇને વણી લો. દરેક બોલ્સને આ રીતે વણી લો. તૈયાર છે તમારા પાપડ.. પાપડને તમે તડકામાં સૂકવવા મૂકી દો.પાપડ સૂકાઇ જાય એટલે તેને તમે ડબ્બામાં ભરીને મૂકી શકો છે અને ઇચ્છો ત્યારે તેલમાં તરીને સર્વ કરી શકો છો.