ભોજનનો સ્વાદ બમણો કરવા ઘરે જ બનાવો પંજાબી ગરમ મસાલો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • ભોજનનો સ્વાદ બમણો કરવા ઘરે જ બનાવો પંજાબી ગરમ મસાલો

ભોજનનો સ્વાદ બમણો કરવા ઘરે જ બનાવો પંજાબી ગરમ મસાલો

 | 7:47 pm IST

આપણે સૌ જાણીએ છીએ કે ભોજનમાં સ્વાદ બમણો કરવા માટે તેમા અનેક પ્રકારના મસાલાઓ ઉમેરીએ છીએ. તો ભોજનનો સ્વાદ વધારવા માટે તમે બહારથી અલગ અલગ મસાલાઓ લાવો છો તો અમે આજે તમારા માટે મસાલા કેવી રીતે ઘરે બનાવાય તે રેસીપી લઇને આવ્યા છે. તો આવો જોઇએ ઘરે કેવી રીતે બનાવાય પંજાબી ગરમ મસાલો.

સામગ્રી
1/2 કપ – જીરૂ
1/2 કપ – ઇલાયચી
1/4 કપ – કાળામરી
1/4 કપ – ધાણા
3 ચમચી – વરિયાળી
10 નંગ – તજ
1/4 નંગ – તજના પાન
1 ચમચી – જાયફળ પાઉડર
1/2 ચમચી સૂંઠ પાઉડર

બનાવવાની રીત
સૌ પ્રથમ એક નોન સ્ટિક પેનમાં સૂંઠ પાઉડર સિવાય દરેક સૂકા મસાલા મધ્યમ આંચ પર થોડીક વાર શેકી લો. તેને સતત હલાવતા રહો. હવે આંચ બંધ કરીને 5 મિનિટ રહેવા દો. તે બાદ આ મસાલાને મિક્સરમાં ઉમેરી તેને બારીક પાઉડરની જેમ પીસી લો. હવે પાઉડરને એક બાઉલમાં નીકાળી લો. હવે તેમા સૂંઠનો પાઉડર ઉમેરો. હવે આ મિશ્રણને એક બારીક ગળણીથી બરાબર ચારી લો. તૈયાર છે પંજાબી ગરમ મસાલો. આ પાઉડરને તમે એર ટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખી દો. તમે પંજાબી ગરમ મસાલાને દરેક શાકમાં ઉમેરી શકો છો. તમારા શાકનો સ્વાદ બમણો થઇ જશે.