Food Recipe Paryushan moong water and fenel water
  • Home
  • Featured
  • પર્યુષણમાં પારણાં કરવા ઘરે જ બનાવો વરિયાળી અને મગનું પાણી

પર્યુષણમાં પારણાં કરવા ઘરે જ બનાવો વરિયાળી અને મગનું પાણી

 | 4:14 pm IST

પર્યુષણ એ જૈનત્વના બે સૌથી મોટા પર્વમાંનો એક છે. પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાતુર્માસ (ચાર મહિના)દરમ્યાન આવે છે જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે. આ સમય દરમ્યાન જૈન ઉપવાસ રાખે છે અને આત્માને પવિત્ર કરે તેવી આધ્યાત્મિક ક્રિયાઓમાં જોડાઈ સદ્ગુણી જીવન માટે તેમને તૈયાર કરે છે. ઉપવાસનો સમયગાળો ૧ દિવસ થી લઈને ૩૦ દિવસ સુધી નો હોઈ શકે છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ માત્ર ઉકાળેલું પાણી પીએ છે. ત્યાર પછી પારણાં કરાવવામાં આવે છે તો આજે અમે તમારા માટે પારણાં કરાવવા માટેની રેસીપી લઇને આવ્યા છીએ.

વરિયાળીનું પાણી
સામગ્રી
વરિયાળી
સાંકળ
પાણી

બનાવવાની રીત
– સૌ પ્રથમ વરિયાળીનું પાણી બનાવવા માટે એક બાઉલમાં પાણી લો
– ત્યાર પછી તેમા સાંકળ કે ખાંડ ઉમેરીને ઓગાળી લો.
– હવે તેમા વરિયાળી ઉમેરી લો અને તેને બરાબર મિક્સ કરી લો.
– ત્યાર પછી તેમાથી વરિયાળી ગાળી લો. તૈયાર છે વરિયાળીનું પાણી

મગનું પાણી
સામગ્રી
1 બાઉલ – મગ
1 ચપટી – મીઠું
1 ચપટી – હળદર
1/2 ચમચી – ઘી

બનાવવાની રીત
– સૌ પ્રથમ મગનું પાણી બનાવવા માટે મગને ધોઇ લો
– હવે તેમા પાણી ઉમેરીને બાફવા મૂકો
– મગ બફાઇ જાય એટલે તેનું પાણી નીકાળી લો.
– હવે તેનો વઘાર કરવા માટે એક વઘારીયામાં ઘી ઉમેરી લો અને તેમા જીરૂ મિક્સ કરી લો
– હવે આ પાણીમાં હળદર અને મીઠું ઉમેરીને 2 મિનિટ ગરમ કરી લો
– તૈયાર છે મગનું પાણી..