હવે ઉપવાસમાં આ રીતે બનાવો ટેસ્ટી સાબુદાણાની ખીર – Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • હવે ઉપવાસમાં આ રીતે બનાવો ટેસ્ટી સાબુદાણાની ખીર

હવે ઉપવાસમાં આ રીતે બનાવો ટેસ્ટી સાબુદાણાની ખીર

 | 8:02 pm IST

સાબુદાણાની ખીર ઘણા લોકોને પસંદ હોય છે. સાબુદાણાથી શરીરમાં ઠંડક થાય છે. તેમજ સાબુદાણા સ્વાસ્થ્ય માટે ખૂબ પૌષ્ટિક હોય છે. તમે ક્યારેય પણ સાબુદાણાની ખીર ખાધી હશે પરંતુ તમે તેણે ઘરે બનાવી નહીં બનાવી હોય. તો આવો ઘરે કેવી રીતે બનાવાય સાબુદાણાની ખીર..

સામગ્રી
100 ગ્રામ – સાબુદાણા
1 લીટર – દૂધ
100 ગ્રામ – ખાંડ
3 ચમચી – કાજૂ
2 ચમચી – કિશમિશ
3 ચમચી – બદામની કતરણ
7-8 – પિસ્તા
4 નંગ – ઇલાયચી

બનાવવાની રીત
સૌ પ્રથમ સાબુદાણાને ધોઇને પાણીમાં 2-3 કલાક પલાળી રાખો, હવે એક વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો. દૂધને ઉકળા દો. હવે પલાળેલા સાબુદાણાને ઉકળતા દૂધમાં ઉમેરો. તે બાદ તેમા ખાંડ ઉમેરો. જ્યાં સુધીમાં ફરી વાર ઉકળો ન આવે ત્યાં સુધી રહેવા દો.ઉકળો આવ્યા બાદ ગેસની આંચ ધીમી કરી દો. ખીરને વચ્ચે હલાવતા રહો. હવે તેમા ઇલાયચી કાજૂ ઉમેરો. તે બાદ તેમા કિશમિશ મિક્સ કરો.હવે તેમા પિસ્તાઅને બદામને બારીક કટ કરી ઉમેરો. ખીરને વચ્ચે- વચ્ચે હલાવતા રહો. આમ ખીર ગટ્ટ થાય એટલે ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે સાબુદાણાની ખીર.. આ ખીરને તમે ગરમા ગરમ તેમજ ફ્રીઝમાં ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો. ખીરને બદામ અને પીસ્તાથી ગાર્નિશ કરો.