Food shravan make kesariya khir
  • Home
  • Astrology
  • શ્રાવણ મહીનાના સોમવારે બનાવો કેસરીયા શાહી ખીર

શ્રાવણ મહીનાના સોમવારે બનાવો કેસરીયા શાહી ખીર

 | 1:13 pm IST

આજે શ્રાવણનો બીજો સોમવાર છે એવામાં તમે ઘરે કઇક ખાસ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે કેસરિયા શાહી ખીર ટ્રાય કરી શકો છો. આજે અમે તમને કેસરિયા શાહી ખીર બનાવવાની રેસીપી જણાવીશું. જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે તેને બનાવવામાં વધારે સમય પણ લાગતો નથી. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય કેસરિયા ખીર..

સામગ્રી
1 લીટર – દૂધ
1 ચમચી – ચોખા
1/2 ચમચી – કેસર
1 ચમચી – ઇલાયચી પાઉડર
2 ચમચી – દૂધ
1/2 ચમચી – ઘી
1 ચમચી – કિશમિશ
2 ચમચી – બદામ
2 મચચી – કાજૂ
2 ચમચી – પિસ્તા
ગાર્નિશ માટે – ગુલાબની પાંદડી

બનાવવાની રીત
સૌ પ્રથમ ચોખાને ધોઇને 3 કપ પાણીમાં એક કલાક પલાડીને સાઇડમાં રાખી મૂકો. હવે એક બાઉલમાં બે ચમચી દૂધ મિક્સ કરીને તેમા કેસર મિર્સ કરી લો,. હવે એક પેનમાં લીટર દૂધ ઉમેરીને ધીમી આંચ પર ઉમેરીને ગરમ કરો. તેને ત્યાં સુધી ગરમ કરો જ્યાં સુધી તે ઘટ્ટ ન થાય. જ્યારે દૂધ ઘટ્ટ થાય એટલે તેમા ચોખા અને ખાંડ ઉમેરી ધીમી આંચ પર 15 મિનિટ સુધી ચઢવા દો. હવે તેમા એક ચમચી ઇલાયચી પાઉડર ઉમેરીને તેમા કેસર વાળું દૂધ મિક્સ કરી લો. તેને 5 મિનિટ સુધી ગેસની આંચ પર રાખી મૂકો. ત્યાર પછી તેને ગેસ પરથી ઉતારી લો. હવે અન્ય એક પેનમાં અડધી ચમચી ઘી ગરમ કરી તેમા કિશમિશ, બદામ, કાજૂ અને પિસ્તા ઉમેરીને આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરી લો અને તેને ખીરમાં ઉમરી લો. તૈયાર છે તેમા કેસરીયા શાહી.. તેને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરો.