આ રીતે ઘરે ઝટપટ બનાવો મેંદુવડા - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ રીતે ઘરે ઝટપટ બનાવો મેંદુવડા

આ રીતે ઘરે ઝટપટ બનાવો મેંદુવડા

 | 12:34 pm IST

સાઉથ ઇન્ડિયન વાનગી તો દરેક લોકોને પંસદ હોય છે. તમે ખાસ કરીને ઢોંસા, ઇડલી સંભારની અલગ-અલગ રેસિપી ટ્રાય કરી હશે. પરંતુ આજે અમે તમારા માટે સાઉથ ઇન્ડિયનની વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને ઝટપટ બની જશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય મેંદુ વડા.. મેદું વડા ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ટેસ્ટી પણ હોય છે.

સામગ્રી
100 ગ્રામ – મગની દાળ
200 – અડદની દાળ
3-4 નંગ – ઝીણા સમારેલા લીલા મરચાં
4-5 – લીલો લીમડો
1 ટૂકડો – આદું ખમણેલું
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ મેંદુ વડા બનાવવા માટે અડદ અને મગની દાળને બરાબર સાફ કરીને ધોઇ લો. આ દાળને 4-5 કલાક પલાળીને રાખી મૂકો. ત્યાર પછી આ દાળમાંથી પાણી નીકાળીને તેને ફરીથી ધોઇ લો. દાળ પીસતા સમયે એક-બે ચમચી પાણી ઉમેરો. દાળ વધારે ભીની ન હોવી જોઇએ. પીસેલી દાળને એક બાઉલમાં નીકાળી લો. ત્યાર પછી તેમા આદુ, લીમડાના પાન, લીલા મરચાં અને મીઠું ઉમેરીને બરાબર હલાવીને મિક્સ કરી લો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરવા મૂકો. હવે તેલ ગરમ થાય ત્યાં સુધી તૈયાર મિશ્રણને હાથમાં લઇને તેને મેંદુ વડાનો આકાર આપી તેમા વચ્ચે એક કાણું કરી દો. હવે આ વડાને ગરમ તેલમાં તરો. આ રીતે બીજા વડા પણ તરી લો. વડા આછા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને તરી લો અને તેને બહાર નીકાળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ મેદું વડા. જેને તમે નારિયેળની ચટણી અને સંભાર સાથે સર્વ કરી શકો છો.