વેજીટેબલ પુલાવ ખાઇને કંટાળી ગયા છો તો બનાવો સોયાબીનનો પુલાવ - Sandesh
NIFTY 10,799.85 -17.85  |  SENSEX 35,548.26 +-73.88  |  USD 67.9850 -0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • વેજીટેબલ પુલાવ ખાઇને કંટાળી ગયા છો તો બનાવો સોયાબીનનો પુલાવ

વેજીટેબલ પુલાવ ખાઇને કંટાળી ગયા છો તો બનાવો સોયાબીનનો પુલાવ

 | 6:52 pm IST

તમે પુલાવના અલગ-અલગ સ્વાદ ટ્રાય કર્યા છે. જેમા તમે વેજીટેબલ સહિતાના પુલાવનો ટેસ્ટ ટ્રાય કર્યો છે. પરંતુ આજે અમે તમારા માટે પુલાવમાં એક અલગ ટ્વિસ્ટ લઇને આવ્યા છીએ. હાલ સોયાબીનની વડીનો ટ્વિસ્ટ ઉમેરીને ટ્રાય કરો. આવો જોઇએ કેવી રીતે બનાવાય ટેસ્ટી સોયાબીન પુલાવ..

સામગ્રી
1 કપ – બાસમતી ચોખા
1 કપ – સોયાબીન વડી
1/4 કપ – વટાણાં
1/4 કપ – સમારેલા ગાજર
1 નંગ – સમારેલી ડુંગળી
1 ચમચી – સમારેલા લીલા મરચાં
1 નાની ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
4 – લવિંગ
4 – કાળામરી
1 નંગ – તજ
1 નંગ -તજનું પાન
1 ચમચી – જીરૂ
2 ચમચી – તેલ કે ઘી
2 ચમચી – સમારેલી કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ ચોખાને બરાબર સાફ કરીને તેને 20 મિનિટ પાણીમાં પલાળીને રાખો. તેમજ સોયાબીનની વડીને 15 મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખો.હવે વડીને પાણીમાંથી નીકાળી લઇને 2-3 વખત બરાબર ધોઇ લો. હવે ગેસ પર એક એક પેનમાં ઘી કે તેલ ગરમ કરો. તેમા જીરૂ, તજ, તના પાન, કાળામરી અને લવિંગ ઉમેરી વઘાર કરો. તે બાદ પેનમાં ડુંગળી અને લીલા મરચાંને ધીમી આંચ પર સાંતળો.હવે ડુંગળી આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે તેમા ગાજર, લીલા વટાણા ઉમેરો અને તેમા હળદર અને મીઠું ઉમેરી 2 મિનિટ ચઢવા દો. હવે ચોખાને પાણીમાંથી નીકાળીને પેનમાં ઉમેરો. હવે તેમા સોયાબીનની વડી મિક્સ કરો. તે બાદ તેમા આશરે 3 કપ પાણી ઉમેરી ઢાંકી દો. હવે ધીમી આંચ પર તેને ચઢવા દો. 15 મિનિટ બાદ ચોખા ચઢી જાય એટલે ગેસની આંચ બંધ કરી દો. તૈયાર છે ગરમા ગરમ સોયાબીનનો પુલાવ.. તેને તમે કોથમીરથી ગાર્નિશ કરો.