નાસ્તામાં આ રીતે બનાવો સ્પાઇસી શક્કરપાળા - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • નાસ્તામાં આ રીતે બનાવો સ્પાઇસી શક્કરપાળા

નાસ્તામાં આ રીતે બનાવો સ્પાઇસી શક્કરપાળા

 | 9:30 am IST

કેટલીક વખત સવારે કે સાંજે ચાની સાથે દરેક લોકોને કઇક ક્રિસ્પી ખાવાનું મન કરે છે. એવામાં અમે આજે તમારા માટે એક વાનગી લઇને આવ્યા છીએ. જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે-સાથે ઝડપથી બની જાય છે. તો તમે સવારની કે સાંજની ચા સાથે કંઇક નવું અને ટેસ્ટી ખાવાનું પસંદ કરો છો તો આજે અમે તમારા માટે શક્કરપાળાની રેસિપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય.

સામગ્રી
350 ગ્રામ – મેંદો
2 ચમચી – જીરૂ
2 ચમચી – લાલ મરચું
2 ચમચી – ધી
સ્વાદાનુ સાર – મીઠું
જરૂરિયાત મુજબ – પાણી
તરવા માટે – તેલ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં દરેક સામગ્રીને ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને તેનો લોટ બાંધી લો. હવે લોટને 30 મિનિટ ઢાંકીને રાખી મૂકો. ત્યાર પછી લોટમાંથી લૂઓ લઇને તેને રોટલીના આકારમાં વણી લો. હવે તેને ચપ્પુની મદદથી શક્કરપાળાના આકારમાં કટ કરી લો. ત્યાર પછી એક કઢાઇમાં તેલ ગરમ કરો. હવે તૈયાર કરેલા શક્કરપાળાને તેલમાં તરી લો. શક્કરપાળા આછા બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ડિપ ફ્રાય કરો. શક્કરપાળા તરી લો તે પછી તેને તેલ શોષી લે (એબ્સોર્બેટ)પેપરમાં નીકાળી લો. તૈયાર છે સ્પાઇસી શક્કરપાળા..જેને તમે ગરમા-ગરમ ચા સાથે સર્વ કરી શકો છો.