વરાળથી આ રીતે ફટાફટ બનાવો સ્વાદિષ્ટ દહીંવડા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • વરાળથી આ રીતે ફટાફટ બનાવો સ્વાદિષ્ટ દહીંવડા

વરાળથી આ રીતે ફટાફટ બનાવો સ્વાદિષ્ટ દહીંવડા

 | 3:16 pm IST

દહીં વડાનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. દહીંવડા ખાવામાં સ્વાદિષ્ટ અને ઝડપથી બનવા વાળી વાનગી છે. તમે અનેક વાળ દહીં વડા બનાવીને ખાધા હશે. પરંતુ શુ તમે વરાળથી બનાવેલા દહી વડા ક્યારેય ટ્રાય કર્યા છે. તો આજે આપણે બનાવીશું દહીં વડા. જે ખાવામાં ટેસ્ટી અને તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારા રહેશે.

સામગ્રી
1 કપ – અડદની દાળ
1 કપ – મગની દાળ
1 ટૂકડો – આદુની પેસ્ટ
સ્વાદાનુસાર – મીઠું
1 ચપટી – હિંગ
3 કપ – દહીં
1/2 ચમચી – સંચળ
2 ચમચી – જીરૂ પાઉડર
1 ચમચી – લાલ મરચું
2 ચમચી – સમારેલી કોથમીર
1/2 કપ – મીઠી ચટણી
1/2 કપ – લીલી કોથમીરની ચટણી

બનાવવાની રીત
સૌ પ્રથમ બન્ને દાળને બરાબર ધોઇને સાફ પાણીમાં 4 કલાક પલાળી રાખો. હવે દાળમાંથી પાણી નીકાળીને દાળને અધકચરી પીસી લો. હવે એક વાસણમાં નીકાળી લો. ઇડલી સ્ટેન્ડને તેલ લગાવી લો. હવે કુકરમાં બે ગ્લાસ પાણી ઉમેરી ગરમ કરવા મૂકો. પરંતુ ધ્યાન રહે કે પાણી એટલું જ ગરમ કરો જેમા ઇડલી સ્ટેન્ડ ડૂબે. હવે પીસીને તૈયાર કરેલી દાળમાં મીઠુ, હીંગ અને આદુની પેસ્ટ મિક્સ કરી બરાબર હલાવી લો. જો ખીરૂ વધારે પાતળુ લાગી રહ્યું છે તો તેમા થોડીક સોજી ઉમેરી શકો છો. તેમા ઇનો ફ્રુટ સોલ્ટ ઉમેરી ચમચીની મદદથી ઇડલી સ્ટેન્ડના ખાંચામાં આ મિશ્રણને ઉમેરો. તે બાદ ભીના હાથથી દબાવી તેને વડાનો આકાર આપો. દરેક ખાંચાને આ રીતે ભરી દો. હવે આ સ્ટેન્ડને કુકરમાં રાખી દો. હવે ઢાંકણું બંધ કરી દો. 10 મિનિટ માટે વરાળમાં ચઢવી દો. ગેસ બંધ કરીને કુકરમાંથી સ્ટેન્ડ બહાર નીકાળી લો અને ઠંડુ કરી વડા નીકાળી લો. વરાળથી બનાવેલા દહીં વડા તૈયાર છે. આ દહીં વડા સર્વ કરવા માટે એક પ્લેટમાં 2 દહી વડા મૂકો. તેની પર થોડૂક દહીં ઉમેરો હવે તેની પર લાલ મરચુ પાઉડર, મીઠુ, જીરા પાઉડર, સંચળ, મીઠી ચટણી, કોથમીરની ચટણી અને લીલી કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો. તે સિવાય તમે સેવ અને દાડમના દાણાથી પણ ગાર્નિશ કરી શકો છો.