આ રીતે બનાવો ફ્રૂટ ફ્લેવર આઇસ કેન્ડી, ગરમીમાં થઇ જાવ ઠંડા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આ રીતે બનાવો ફ્રૂટ ફ્લેવર આઇસ કેન્ડી, ગરમીમાં થઇ જાવ ઠંડા

આ રીતે બનાવો ફ્રૂટ ફ્લેવર આઇસ કેન્ડી, ગરમીમાં થઇ જાવ ઠંડા

 | 12:22 pm IST

ગરમીની શરૂઆત થઇ ગઇ છે. ગરમીમાં ઠંડી આઇસ કેન્ડીનો સ્વાદ જ કઇક અલગ હોય છે. આ ઠંડી કેન્ડીને સ્વાદની સાથે ફ્રૂટ્સનો ટ્વીસ્ટ આપવામાં આવે તો તેનો સ્વાદ પણ વધી જશે.આજે અમે તમારા માટે દાડમની આઇસ કેન્ડીની રેસિપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં સહેલી અને સ્વાદિષ્ટ હોય છે. આઇસ કેન્ડી બાળકો સાથે મોટા લોકોને પણ ખૂબ પસંદ આવશે.

સામગ્રી
2 બાઉલ – દાડમના દાણા
1 નાની ચમચી – લીંબુનો રસ
75 ગ્રામ – ખાંડ
2 નાની ચમચી – ચાટ મસાલો

બનાવવાની રીત
સૌ પ્રથમ દાડમના દાણાને એક ગ્લાસ પાણીની સાથે મિક્સરમાં મિક્સ કરીને ગ્રાઇન્ડ કરી લો. હવે આ મિશ્રણને એક અન્ય બાઉલમાં ગાળી લો અને તેમા લીંબુનો રસ, પીસેલી ખાંડ અને ચાટ મસાલો મિકસ કરી લો. તેને બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને કેન્ડીના સંચામાં ભરીને 6-7 કલાક ફ્રીઝરમાં રહેવા દો. કેન્ડી જામી જવા પર તેને બહાર નીકાળીને તેને ઠંડી – ઠંડી સર્વ કરો. તૈયાર છે દાડમની આઇસ કેન્ડી..