ગરમીમાં માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે જ બનાવો કેસર લસ્સી - Sandesh
  • Home
  • Food & Travel
  • ગરમીમાં માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે જ બનાવો કેસર લસ્સી

ગરમીમાં માત્ર 10 મિનિટમાં આ રીતે ઘરે જ બનાવો કેસર લસ્સી

 | 2:25 pm IST

ગરમીની શરૂઆત થઇ રહી છે. ગરમીના દિવસોમાં જો કંઇ ઠંડું પીવા માટે મળી જાય તો દરેક લોકો ખુશ થઇ જાય છે.આ ઋતુમાં ખાણીપીણીનું ખૂબ ધ્યાન રાખવું પડે છે. મોટાભાગે લોકો બપોરે ઘરમાંથી બહાર નથી નીકળતા. ગરમીમાં ખાણી પીણીમાં લોકો ઠંડા પીણા, આઇસ્ક્રીમનું સેવન કરતા હોય છે. તો ગરમીમાં કેટલાક લોકો લસ્સીનું સેવન પણ કરે છે તો આજે અમે તમારા માટે લસ્સીની રેસીપી લઇને આવ્યા છીએ. આવો જોઇએ કેવી રીતે બનાવાય કેસર લસ્સી.

સામગ્રી
1 કપ – ગટ્ટ દહીં
2 કપ – પાણી
1/2 કપ – ઝીણા સમારેલા સૂકા મેવા
1 ચપટી – કેસર
1 ચપટી – ઇલાયચી પાઉડર
સ્વાદાનુસાર – ખાંડ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં દહીં, પાણી અને ખાંડ બરાબર મિક્સ કરી લો. હવે તેને બ્લેન્ડરમાં ત્યાં સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી દહીં અને દરેક સામગ્રી બરાબર મિક્સ ન થાય. હવે તેમા કેસર, સૂકામેલા, ઇલાયચી પાઉડર મિક્સ કરી બરાબર હલાવો.તૈયાર છે કેસર લસ્સી.. તેની પર કેસર અને સૂકામેવાથી સજાવટ કરો. તેને ફ્રીઝમાં ઠંડી કરી પી શકો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.