ટેસ્ટી ભેળ પુરી બહાર નહીં, હવે ઘરે જ બનાવો - Sandesh
  • Home
  • Food & Travel
  • ટેસ્ટી ભેળ પુરી બહાર નહીં, હવે ઘરે જ બનાવો

ટેસ્ટી ભેળ પુરી બહાર નહીં, હવે ઘરે જ બનાવો

 | 7:01 pm IST

ખાસ કરીને લોકોને સાંજના સમયે ચાની સાથે નાસ્તો કરવાની આદત હોય છે. તો આજે અમે તમારા માટે એક વાનગી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં ખૂબ સહેલી અને સ્વાદિષ્ટ છે. તો આજે અમે તમારા માટે નાસ્તામાં ભેલપુરીને રેસીપી લઇને આવ્યા છીએ. જે એક મસાલેદાર વાનગી છે. જેમા ખાટી-મીઠી ચટણી ઉમેરીને ચટાકેદાર બનાવવામાં આવે છે તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ભેલ પુરી..

સામગ્રી
50 ગ્રામ – સેવ
1 બાઉલ – મમરા
6 નંગ – પાપડી
1 નંગ – બટેટા(બાફેલું)
1 નગં – ડુંગળી (સમારેલી)
1 નંગ – ટામેટા (સમારેલા)
2 ચમચી – લીંબુનો રસ
1 મોટી ચમચી – લીલી ચટણી
1 મોટી ચમચી – આંબલીની ચટણી
1/2 ચમચી – ચાટ મસાલો
સ્વાદાનુસાર – મીઠું
1 મોટી ચમચી – કોથમીર(સમારેલી)

બનાવવાની રીત
સૌ પ્રથમ પાપડીના નાના-નાના ટૂકડા કરી લો. હવે એક મોટા બાઉલમાં મમરા, સેવ, પાપડી ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે તેમા સમારેલા બટેટા, ટામેટા અને ડુંગળી મિક્સ કરી લો. હવે ઉપરથી તેમા લીલી ચટણી અને આંબલીને ચટણી ઉમેરો. સાથે તેમા મીઠું અને ચાટ મસાલો ઉમેરો. તેમા જરૂરિયાત મુજબ લીંબુનો રસ નીચવી દો. હવે આ દરેક વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે તેની ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી લો. તૈયાર છે ભેળ પુરી..