સાદી નહીં, હવે આ રીતે ઘરે બનાવો ચીઝ કચોરી - Sandesh
  • Home
  • Food & Travel
  • સાદી નહીં, હવે આ રીતે ઘરે બનાવો ચીઝ કચોરી

સાદી નહીં, હવે આ રીતે ઘરે બનાવો ચીઝ કચોરી

 | 10:00 am IST

આજકાલ લોકોને અવનવી વાનગીઓ અને તેના સ્વાદમાં ટ્વીસ્ટ કરેલી વાનગીઓ ખૂબ પસંદ હોય છે. તો વાત કરીએ કચોરીની તમે અત્યાર સુધી મસાલેદાર ટેસ્ટી કચોરી ટ્રાય કરી હશે. તો આજે અમે તમારા માટે વધુ એક કચોરીની રેસીપી લઇને આવ્યા છીએ. જો તમે કચોરી ખાવાના શોખીન છે તો તમને ચીઝ કચોરી જરૂરથી પસંદ આવશે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય ચીઝ કચોરી.

સામગ્રી
150 ગ્રામ – પનીર
80 ગ્રામ – પ્રોસેસ્ડ ચીઝ
2 ચમચી – લસણ
1 ચમચી – આદુ
1 ચમચી – લાલ મરચું
2 ચમચી – જીરા પાઉડર
1 ચમચી – હળદર
1 ચમચી – ગરમ મસાલો
2 ચમચી – કોથમીર
250 ગ્રામ – મેંદો
1 ચમચી – અજમો
1/2 ચમચી – બેકિંગ સોડા
તરવા માટે – તેલ
જરૂરિયાત મુજબ – પાણી
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં પનીર છીણી લો. હવે તેમા પ્રોસેસ્ડ ચીઝ, લસણ, આદુ, લાલ મરચું, જીરા પાઉડર, હળદર, ગરમ મસાલો અને કોથમીર ઉમેરીને બરાબર મિકસ કરી લો. હવે અન્ય એક વાસણમાં મેંદો, અજમો, મીઠું, બેકિંગ સોડા, તેલ અને પાણી ઉમેરીને તેને મુલાયમ આટો બાંધી લો. લોટને 10 મિનિટ માટે રાખી મૂકો. ત્યાર પછી તેના લૂઆ બનાવીને તેની રોટલી બનાવી લો. હવે તેમા તૈયાર મિશ્રણ તેમા ભરી ચારેય તરફથી બંધ કરી લો. જેથી મિશ્રણ બહાર ન નીકળે. તેને હાથ વડે થોડીક ફ્લેટ કરો. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી લો. તેમા તૈયાર કરેલી કચોરી તરી લો. કચોરી આછા બ્રાઉન રંગની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લો. હવે તેને ટિશ્યૂ પેપર પર નીકાળી લો. જેથી તેલ શોષી લો.તૈયાર છે ગરમા ગરમ ચીઝ કચોરી. જેને લીલી ચટણી કે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.