સ્વાદિષ્ટ દુધી-ચણાની દાળનું શાક આ રીતે બનાવો ઘરે - Sandesh
  • Home
  • Food & Travel
  • સ્વાદિષ્ટ દુધી-ચણાની દાળનું શાક આ રીતે બનાવો ઘરે

સ્વાદિષ્ટ દુધી-ચણાની દાળનું શાક આ રીતે બનાવો ઘરે

 | 7:29 pm IST

દુધી શીતળ પ્રકૃતિનું શાક છે. દુધી ખાવાથી ખૂબ જ ફાયદા મળે છે. સાથે જ દુધી સ્વાસ્થ્ય માટે પણ બેસ્ટ માનવામાં આવે છે. તો આજે અમે તમારા માટે દુધીની એક વાનગી લઇને આવ્યા છીએ. જે બનાવવામા સરળ અને ઝડપથી બની જશે. તો આવો જોઇએ હેલ્ધી અને સ્વાદિષ્ટ દુધી-ચણાની દાળનું શાક કેવી રીતે ઘરે બનાવાય..

સામગ્રી
250 ગ્રામ – દુધી
100 ગ્રામ – ચણાની દાળ
1 નંગ – ડુંગળી (સમારેલી)
4-5 કળી – લસણ
1 ટૂકડો – આદું
2 ચમચી – તેલ
1 ચપટી – હીંગ
1/4 ચમચી – જીરૂ
1/2 ચમચી – હળદર
1/2 ચમચી – ધાણાજીરૂ
3 નંગ – લીલા મરચાં (સમારેલા)
1/2 ચમચી – ગરમ મસાલો
1 મચચી – લાલ મરચું
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત પ્રમાણે – પાણી

બનાવવાની રીત
સૌ પ્રથમ ચણાની દાળને થોડીક વાર પાણીમાં પલાળીને રાખો. હવે દુધીને છોલીને ધોઇ લો અને તેના નાના ટૂકડા કરી લો. ત્યાર પછી મીડિયમ આંચ પર એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકો. જ્યારે તેલ ગરમ થાય એટલે તેમા હીંગ અને જીરૂ ઉમેરો . ત્યાર પછી તેમા લસણ, ડુંગળી અને આદુ ઉમેરો. ડુંગળી આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ટામેટા, હળદર, ધાણા જીરૂ, લીલા મરચા, લાલ મરચું અને ગરમ મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ત્યાં સુધી સાંતળો જ્યાં સુધી તેમાથી તેલ અલગ ન થાય. હવે તેમા દુધી અને ચણાની દાળ મિક્સ કરી બરાબર હલાવો. હવે તેમા થોડૂક પાણી ઉમેરીને ઢાંકણ બંધ કરી લો. 1-2 સીટી વાગે એટલે ગેસની આંચ બંધ કરી દો. કૂકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલીને ધીમી આંચ પર 3-4 મિનિટ સુધી ચઢવા દો. તૈયાર છે દુધી-ચણાની દાળનું શાક.. હવે તેને એક બાઉલમાં નીકાળીને કોથમીરથી ગાર્નિશ કરી લો. તેને તમે રાઇસ અને રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો.

.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન