Food tasty farali patra recipe make at home
  • Home
  • Featured
  • ફરાળી પાતરા આ રીતે બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશે લોકો

ફરાળી પાતરા આ રીતે બનાવો ઘરે, આંગળા ચાટતા રહી જશે લોકો

 | 5:14 pm IST

શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે જ્યારે તમે ખાસ કરીને લોકો ઉપવાસ કરે છે. તો આજે અમે તમારા માટે ફરાળી પાતરા બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ બનાવવામાં પણ સહેલા હોય છે. તો ચાલો જોઇએ ઘરે કેવી રીતે બનાવો ફરાળી પાતરા..

સામગ્રી
4 નંગ – અળવીના પાન
1 ચમચી લીંબુનો રસ
1 બાઉલ રાજગરાનો લોટ
2 ચમચી – લાલ મરચું
1 બાઉલ મોરૈયાનો લોટ
સ્વાદાનુસાર – મીઠું
જરૂરિયાત મુજબ – ખાંડ

બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ અને મોરૈયાનો લોટ બરાબર મિકસ કરો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ, મીઠું, લાલ મરચું, અને ખાંડ ઉમેરીને ખીરૂ તૈયાર કરો. હવે અળવીના પાન પર તે ખીરું લગાવી દો. ત્યાર પછી તેના રોલ વાળી બાફી લો. હવે તે ઠંડા પડે પછી કાપવા. તે બાદ કઢાઇમાં તેલ ગરમ કરો. તે પછી તેમા જીરૂં, તલ, લીલા મરચાં નાખી તૈયાર પાતરા ઉમેરો અને વઘારી લો. ત્યાર પછી છી તેના પર દાડમના દાણા, અને કોપરાની છીણ ઉમેરીને ગરમા ગરમ સર્વ કરો .