સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફુદીનાનો પુલાવ આ રીતે બનાવો ઘરે - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફુદીનાનો પુલાવ આ રીતે બનાવો ઘરે

સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફુદીનાનો પુલાવ આ રીતે બનાવો ઘરે

 | 7:38 pm IST

ગરમીમાં ખાણી-પીણી પર ખૂબ ધ્યાન આપવું પડે છે. શિયાળાની સરખામણીએ ગરમીમાં પાચનશક્તિ કમજોર થઇ જાય છે. જેથી ગરમીમાં વધારે તીખું – તરેલું કે મસાલેદાર ભોજન ન કરવું જોઇએ. જેથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. માટે ગરમીમાં હળવું ભોજન કરવું વધારે સારું માનવામાં આવે છે. ગરમીની ઋતુમાં શરીરમાં ઠંડક હોવી ખૂબ જરૂરી છે. એવામાં તમે ફુદીનાનો પુલાવ બનાવી શકો છો. તે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વસ્થ પણ છે.

સામગ્રી
1 કપ – બાસમતી ચોખા
2 નંગ – ઝીણી સમારેલી ડુંગળી
1 કપ – ફુદીનાના પાન
1/2 કપ – બાફેલા વટાણા
2 નંગ – લીલા મરચાં
1 ટૂકડો – આદૂ
1 ચમચી – લીંબુનો રસ
2 ચમચી – ઓલિવ ઓઇલ
2 નંગ – લવિંગ
1 – તમાલપત્ર
1-2 – ઇલાયચી
1 ચમચી – ગરમ મસાલો
1 – તજ
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
ફુદીનાનો પુલાવ બનાવવા માટે ચોખાને ધોઇને થોડીક વાર માટે પલાળી દો. હવે ફુદીનાના પાન, લીલા મરચાં અને આદૂને બ્લેન્ડરમાં પીસી લો. ત્યાર પછી એક પેન લો. તેમા તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમા ઝીણી સમારેલી ડુંગળી, ઇલાયચી,લવિંગ અને તમાલપત્ર ઉમેરી વઘાર કરો. ત્યાર પછી તેમા બાફેલા વટાણા ઉમેરો. હવે તેમા પલાળેલા ચોખા ઉમેરી તેની ઉપરથી ગરમ મસાલો અને મીઠું ઉમેરી દો. તે પછી 15 મિનિટ તેને ઢાંકીને મૂકી દો. તૈયાર છે ફુદીનાનો પુલાવ..