ઝટપટ બનાવો સાબુદાણાની સ્વાદિષ્ટ ખીચડી - Sandesh
  • Home
  • Food & Travel
  • ઝટપટ બનાવો સાબુદાણાની સ્વાદિષ્ટ ખીચડી

ઝટપટ બનાવો સાબુદાણાની સ્વાદિષ્ટ ખીચડી

 | 6:18 pm IST

સાબુદાણાની ખીચડી ખાસ કરીને વ્રતમાં બનાવીને ખાવામાં આવ છે તો તેને ખાવાથી ભરપૂર એનર્જી મળે છે અને પેટ આખો દિવસ ભરેલું રહે છે. જો તમારા રોજા ચાલી રહ્યા છે તો તમે સહેરીમાં બનાવીને ખાઇ શકો છો. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય સાબુદાણાની ખીચડી..

સામગ્રી
1 કપ – સાબુદાણા
2 ચમચી – ઘી
1 ચમચી – જીરૂ
3 નંગ – લીલા મરચાં
1 નંગ – બટેટું (બાફેલા)
3 ચમચી – સીંગદાણા
1 ચમચી – ખાંડ
2 ચમચી – કોથમીર
1/2 નંગ – લીંબુ
1/2 ચમચી – લાલ મરચું
1/2 ચમચી – હળદર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં સાબુદાણાને પાણી ઉમેરીને 3 કલાક પલાળી રાખો અને તેને સાઇડમાં મુકી રાખો. જ્યાં સુધી સાબુદાણા નરમ ન થાય તે ધ્યાન રાખવું ત્યાર પછી તેમાથી પાણી ગાળીને 30 મિનિટ માટે રહેવા દો. હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમા જીરૂ ઉમેરો. જીરાની સુગંધ આવે એચલે તેમા લીલા મરચા અને બાફેલા બટેટાના ટૂકડા ઉમેરો. તેને 2 મિનિટ રહેવા દો. હવે તેમા સાબુદાણા, મગફળી, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ધીમી આંચ પર ત્રણ મિનિટ માટે ચઢવા દો . ત્યાર પછી તેને ઉપરથી લીંબુનો રસ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેને ઉપરથી કોથમીર વડે ગાર્નિશ કરો. તૈયાર છે સાબુદાણાની સ્વાદિષ્ટ ખીચડી..